મીરા-ભાઈંદરના નાગરિકો સાથે સાધ્યો સીધો સંવાદ
બાઇક-રૅલી
ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે મીરા-ભાઈંદરમાં શિવસેના તરફથી ભવ્ય બાઇકરૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીનું નેતૃત્વ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહનપ્રધાન તેમ જ ધારાશિવ જિલ્લાના પાલકપ્રધાન પ્રતાપ સરનાઈકે કર્યું હતું. તેમના નેતૃત્વથી રૅલીમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો અને નાગરિકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
સુભાષચંદ્ર બોઝ મેદાન, ભાઈંદર-પશ્ચિમથી શરૂ થયેલી આ રૅલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને અંતે કેન્દ્રીય જનસંપર્ક કાર્યાલય પર પૂર્ણ થઈ. રૅલી દરમ્યાન ભાઈંદર પોલીસ-સ્ટેશન, નવરંગ હોટેલ, જૈન મંદિર, ગણેશ મંદિર, નવઘર રોડ, વિમલ ડેરી ચોક, સ્વ. બાળાસાહેબ ઠાકરે મેદાન, પ્લેઝન્ટ પાર્ક, સેન્ટ ઝેવિયર સ્કૂલ અને જે. પી. નૉર્થ ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં શિવસેનાનો વિકાસલક્ષી એજન્ડા, જનહિતની યોજનાઓ અને મજબૂત નેતૃત્વના સંદેશા નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યા.
ADVERTISEMENT
રૅલી દરમ્યાન નાગરિકો તરફથી મળેલો ઉત્સાહી પ્રતિસાદ, વર્તમાન કારભાર પ્રત્યેની નારાજગી અને શિવસેના તરફથી બદલાવની અપેક્ષા સ્પષ્ટ રીતે દેખાતાં હતાં. દરેક પ્રભાગમાં શિવસેના કાર્યકરોની સંગઠનશક્તિ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યાં.
પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે નાગરિકો સાથે વાતચીત કરતાં વિકાસલક્ષી નીતિઓ, મહાનગરપાલિકાની યોજનાઓમાં પારદર્શકતા અને જનહિતને પ્રાથમિકતા આપવાની ભૂમિકા રજૂ કરી. નાગરિકોએ પણ પ્રતાપ સરનાઈકને પ્રતિસાદ આપતાં મીરા-ભાઈંદરના કારભારમાં બદલાવ જોઈએ છે એવી ભાવના ખુલ્લેઆમ વ્યક્ત કરી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં જનતાનો વિશ્વાસ ધરાવતી, સંઘર્ષમાંથી ઊભી થયેલી અને વિકાસને પ્રાથમિકતા આપતી શિવસેના આવનારી ચૂંટણીમાં સત્તામાં આવશે એ વાત આ રૅલીથી સ્પષ્ટ થઈ ગઈ.
પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે મળેલું જનસમર્થન બતાવે છે કે ૧૬ જાન્યુઆરીએ મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પર શિવસેનાનો ભગવો ફરકશે.


