Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઇબર ગઠિયાઓએ અશ્લીલ ફોટો સર્ક્યુલેટ કરવાની ધમકી આપીને પૈસા માગ્યા હતા, બદનામીના ડરે કરી આત્મહત્યા કરી

સાઇબર ગઠિયાઓએ અશ્લીલ ફોટો સર્ક્યુલેટ કરવાની ધમકી આપીને પૈસા માગ્યા હતા, બદનામીના ડરે કરી આત્મહત્યા કરી

Published : 16 March, 2026 08:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણના આધેડની આત્મહત્યાના બે મહિના પછી કારણ સામે આવ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણમાંથી સાઇબર બ્લૅકમેઇલનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં ૪૫ વર્ષની એક વ્યક્તિએ વારંવાર તેમના અશ્લીલ ફોટો વાઇરલ કરવાની ધમકી મળ્યા બાદ આત્મહત્યા કરી હતી. તપાસ દરમ્યાન પોલીસે તેના મોબાઇલ ફોન અને ઈ-મેઇલ રેકૉર્ડની તપાસ કર્યા પછી લગભગ બે મહિના પછી મૃત્યુ પાછળનું ચોંકાવનારું કારણ જાણવા મળ્યું હતું. 
કોલસેવાડી પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘વિઠ્ઠલવાડીના ૪૫ વર્ષના આધેડે લગભગ બે મહિના પહેલાં કૈલાસનગરના તેમના ઘરમાં સ્કાર્ફનો ઉપયોગ કરીને છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘટના સમયે પરિવાર તેમના આ અંતિમ પગલા પાછળનું કારણ સમજી શક્યો નહોતો, જેને કારણે તેઓ વિમાસણમાં હતા. એ પછી તેમના મોટા ભાઈએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આ મામલાની વિગતવાર તપાસ શરૂ કરી હતી.

આત્મહત્યા પહેલાં નાણાકીય તકલીફ



પોલીસતપાસ દરમ્યાન આધેડના એક મિત્રએ પરિવારને જાણ કરી કે તે તાજેતરમાં તાત્કાલિક બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૈસા માટે કોઈ પ્રકારની સાઇબર છેતરપિંડીમાં ફસાઈ ગયા હોવાની શંકાને કારણે પરિવારે તેમના મોબાઇલ ફોન અને ઈ-મેઇલ અકાઉન્ટ્સ તપાસ્યાં તો જાણવા મળ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ આધેડના અશ્લીલ ફોટો બનાવ્યા હતા અને તેમને બ્લૅકમેઇલ કરવા ઈ-મેઇલ દ્વારા ધમકી મોકલી હતી.


આરોપીઓએ કથિત રીતે ધમકી આપી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો તે ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સર્ક્યુલેટ કરશે. પ્રતિષ્ઠાને નુકસાન થવાના ડરથી આધેડે ગંભીર માનસિક તનાવમાં આવીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK