Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રક્ષાબંધન માટે હળવદથી વસઈ આવેલી બહેનને અને ભાભીને થઈ ગંભીર ઈજા

રક્ષાબંધન માટે હળવદથી વસઈ આવેલી બહેનને અને ભાભીને થઈ ગંભીર ઈજા

Published : 26 August, 2026 09:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈમાં ટૂ-વ્હીલરને ટક્કર મારીને કાર-ડ્રાઇવર નાસી ગયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈ-વેસ્ટમાં આવેલા ગિરિજ-ભુઈગાંવ રોડ પર બેફામ કારચાલકની બેદરકારીને કારણે થયેલા ભયાનક અકસ્માતમાં ગુજરાતના હળવદથી પોતાના ભાઈના ઘરે આવેલી ૩૦ વર્ષની રિદ્ધિ પાનખાનિયા અને તેની પચીસ વર્ષની ભાભી જાનકી ગોહિલ ગંભીર રીતે જખમી થયાં હતાં. આ મામલે વસઈ પોલીસે અકસ્માત કરીને નાસી ગયેલા કારચાલક સામે ગઈ કાલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જાનકીના પતિ અને રિદ્ધિના ભાઈ ભાર્ગવ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે આશરે સવાઅગિયાર વાગ્યે મારી પત્ની અને બહેન સનસિટી માર્ગ પરથી ટૂ-વ્હીલર પર જઈ રહ્યાં હતાં. તેઓ ગિરિજ-ભુઈગાંવ રોડ પર ડોગરી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમની ઍક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મારી પત્ની નીચે પટકાતાં તેના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે મારી બહેનના જમણા પગમાં, કમરમાં અને હાથના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત કર્યા પછી કારચાલક ત્યાં રોકાયા વિના ભુઈગાંવ તરફ ભાગી ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઍમ્બ્યુલન્સ બોલાવીને બન્નેને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં હતાં. હાલ બન્નેની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.’



વસઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત કર્યા પછી નાસી ગયેલા કાર-ડ્રાઇવરની શોધ માટે અમારી બે ટીમ કામે લાગી છે નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે કારની શોધ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK