વહેલો તે પહેલોના ધોરણે ટૂ, થ્રી અને ફોર-વ્હીલર્સ માટે સબસિડીનું ફન્ડ રિલીઝ થયું
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV)ના શરૂઆતના ખરીદદારોને ૨૬ કરોડ રૂપિયાની સબસિડી આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂ-વ્હીલર માટે ૧૦,૦૦૦ રૂપિયાથી લઈને કમર્શિયલ વાહનો માટે બે લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. EV યુઝર્સ માટે એક વર્ષ સુધી ચૂકવેલા હાઇવે પર ટોલ પર વળતરને પણ મંજૂરી આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી-2025 હેઠળ ફન્ડ રિલીઝ કરવા માટે બુધવારે સરકારે એક ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યો હતો.
ADVERTISEMENT
GR મુજબ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના ખરીદદારો માટે ૨૬ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ટોલના વળતર માટે ૪ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે ખરીદકિંમતના ૧૦ ટકા સબસિડી હતી. પૉલિસી રજિસ્ટ્રેશનની તારીખથી વહેલો તે પહેલોના ધોરણે એક લાખ લાભાર્થીઓને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર છે.
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના પહેલા ૧૫,૦૦૦ ખરીદદારોને ૧૦ ટકા સબસિડી (વધુમાં વધુ ૩૦,૦૦૦ રૂપિયા) હતી. નૉન-ટ્રાન્સપોર્ટ ફોર-વ્હીલરના ૧૦,૦૦૦ ખરીદદારોને ૧૦ ટકા (વધુમાં વધુ ૧૫ લાખ રૂપિયા) સબસિડી આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ માટેના ૨૫,૦૦૦ ફોર-વ્હીલર ગ્રાહકોને બે લાખની મર્યાદામાં ૧૫ ટકા સુધીની સબસિડી મળી છે
સબસિડી વાહન ખરીદતી વખતે અથવા જ્યારે ડીલરને સબસિડીનું ઇન્સેન્ટિવ મળે ત્યારે ગ્રાહકને મળી શકશે. સરકારે અગાઉની મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી-2021 હેઠળ પણ ૩૦ કરોડ રૂપિયાનું ફન્ડ રિલીઝ કર્યું છે.


