પક્ષના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે ૨૭ નવેમ્બરે જણાવ્યું હતું કે શરદ પવાર સાથે ચર્ચા બાદ સીમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે.
સુપ્રિયા સુળે
૩૦ નવેમ્બરે લોકસભા અને બીજી ડિસેમ્બરે રાજ્યસભામાં શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલાં મોટાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે. એક અહેવાલ મુજબ શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SP) સીમાંકન બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપશે અને એના બદલામાં પક્ષનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેને કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા છે. બીજી તરફ પક્ષે મહારાષ્ટ્ર સરકારમાં એક કૅબિનેટ અને બે રાજ્યકક્ષાના પ્રધાનપદની માગણી કરી છે. પક્ષના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે ૨૭ નવેમ્બરે જણાવ્યું હતું કે શરદ પવાર સાથે ચર્ચા બાદ સીમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે.
