કલ્યાણ રોડ પર ખાડાને કારણે ટૂ-વ્હીલરનું સંતુલન ખોરવાતાં બન્ને મિત્રો રસ્તા પર પટકાયા હતા
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીમાં રસ્તા પર ખાડાને કારણે અકસ્માતમાં એક ટીનેજર યુવકે જીવ ગુમાવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ ગુરુવારે સાંજે રાજ સિંહ તેના મિત્ર સાથે ટૂ-વ્હીલર પર પાછળ બેસીને જઈ રહ્યો હતો ત્યારે કલ્યાણ રોડ પર ખાડાને કારણે ટૂ-વ્હીલરનું સંતુલન ખોરવાતાં બન્ને મિત્રો રસ્તા પર પટકાયા હતા. એ જ સમયે પાછળથી આવતી ટ્રક રાજ પર ચડી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેણે જીવ ગુમાવ્યો હતો. તેના મિત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી.

