કરીના કપૂર અને સૈફ અલી ખાનની તેરમી ઍનિવર્સરીએ નણંદ સબા અલી ખાન પટૌડીએ આપી પ્રેમભરી શુભેચ્છા
તમારી વચ્ચે આજે પણ ખાસ કેમિસ્ટ્રી છે
ગુરુવારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તેમની તેરમી ઍનિવર્સરી સેલિબ્રેટ કરી. આ દિવસે સૈફની બહેન સબા અલી ખાન પટૌડીએ સોશ્યલ મીડિયામાં તેમના માટે પ્રેમભર્યો સંદેશ લખ્યો છે.
આ પોસ્ટમાં સબાએ કરીના અને સૈફના ડેટિંગના દિવસોની તેમ જ હાલની એક તસવીર શૅર કરીને લખ્યું છે કે ‘જ્યારે તમે બન્ને ડેટિંગ કરતાં હતાં ત્યારની અને અત્યારની તસવીર જોઈને લાગે છે કે જાણે સમય રોકાઈ ગયો છે. તમારા બન્નેમાં હજી પણ એ ખાસ કેમિસ્ટ્રી અને વાઇબ્સ છે. તમે બન્ને એકસાથે કમાલના લાગો છો. માશાઅલ્લા. સેલ્ફી શીખવાથી લઈને એકસાથે પોઝ આપવા સુધી... બેબો, હું તારા સીધા-સાદા વર્તનની કદર કરું છું. પરિવારમાં તમારું ફરીથી સ્વાગત છે. એકબીજાને લગ્નની તસવીરમાં પ્રેમથી જેવી નજરે જુઓ છો એવી જ નજરે જોતા રહો. તમને બન્નેને પ્રેમ અને દુઆઓ.’

