Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી બસના પ્રવાસીઓને લૂંટતી રીઢા ગુનેગારોની ગૅન્ગ

થાણે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી બસના પ્રવાસીઓને લૂંટતી રીઢા ગુનેગારોની ગૅન્ગ

Published : 09 June, 2026 11:33 AM | Modified : 09 June, 2026 12:32 PM | IST | Thane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૪ ગુનાનો ભેદ ઉકેલાયો, ૫૨.૩૪ લાખ રૂપિયાની માલમતા જપ્ત

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ


થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે સરકારી બસમાં પ્રવાસીઓની કીમતી વસ્તુઓ તફડાવતી તેમ જ લૂંટ ચલાવતી એક ગૅન્ગની બે મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી છે. થાણેમાં છેલ્લા ઘણા સમયથી સરકારી બસમાં લૂંટફાટ કરતી અને બસમાં પ્રવાસ દરમ્યાન મુસાફરોની કીમતી ચીજવસ્તુઓની ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સિનિયર અધિકારીઓની સૂચના બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. CCTV કૅમેરા તેમ જ ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપી સુધી પહોંચીને તેમની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે ૫૨.૩૪ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી છે એટલું જ નહીં, આરોપીઓ સામે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને વસઈ-વિરારમાં આ પ્રકારની ચોરીના ૨૪ કેસ નોંધાયા હોવાની માહિતી મળી છે.

કેવી રીતે પકડાઈ ગૅન્ગ?



થાણે ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અમરસિંહ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બસમાં મુસાફરોની કીમતી વસ્તુઓ ચોરતી તેમ જ લૂંટ ચલાવતી એક ગૅન્ગ છેલ્લા કેટલાક સમયથી થાણેના વિવિધ વિસ્તારોમાં સક્રિય હતી. દર વખતે આ ગૅન્ગ અલગ-અલગ કાર્યપદ્ધતિથી ચોરીને અંજામ આપતી હતી. થાણેનાં વિવિધ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં કેસની તપાસ અમને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તમામ માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરીને શરૂઆતમાં મુમ્બ્રાના કૌસામાંથી પચીસ વર્ષના સઉદ સિરાજ ખાન ઉર્ફે સઉદ કાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી માહિતી મેળવીને કલવામાંથી ૨૦ વર્ષના હરીશ માધવાણીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મુલુંડમાંથી સંગીતા પીઠકર અને સુરેખા ગાયકવાડને પણ ઝડપી લેવામાં આવી હતી. 


આ ગૅન્ગની ધરપકડ થતાં થાણે, મુંબઈ, નવી મુંબઈ, વસઈ-વિરાર અને પુણેમાં નોંધાયેલા કુલ ૨૪ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

શું-શું મળ્યું?


આરોપીઓ પાસેથી કુલ ૫૨,૩૪,૧૦૦ રૂપિયાની કિંમતના ૩૨ તોલા સોનાના દાગીના, પાંચ મોટરસાઇકલ, ૧ રિવૉલ્વર, ૧ જીવંત કારતૂસ અને ૧ ધારદાર ચપ્પુ જપ્ત કરવામાં આવ્યાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 12:32 PM IST | Thane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK