Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાલતી ટ્રેનમાં દારૂના નશામાં જોખમી સ્ટન્ટ કરવામાં બન્ને પગ ગુમાવ્યા

ચાલતી ટ્રેનમાં દારૂના નશામાં જોખમી સ્ટન્ટ કરવામાં બન્ને પગ ગુમાવ્યા

Published : 02 April, 2026 09:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનાએ સ્ટેશન પર હાજર લોકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે રેલવે-સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણેથી આવતી મેલ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન એક યુવાને મંગળવારે રાતે જોખમી સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું સંતુલન બગડતાં તે સીધો પ્લૅટફૉર્મ અને ટ્રેન વચ્ચેના ગૅપમાં પડી ગયો હતો. ઘટના એટલી ભયાનક હતી કે સ્ટેશન પર હાજર મુસાફરોમાં હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક દારૂના નશામાં હતો અને બેદરકારીપૂર્વક ટ્રેનના દરવાજા પાસે જોખમી હિલચાલ કરી રહ્યો હતો. થાણે GRPએ જણાવ્યું હતું કે ‘ટ્રેન ધીમે-ધીમે પ્લૅટફૉર્મ-નંબર ૧૦ પર પ્રવેશી રહી હતી ત્યારે યુવક સ્ટન્ટ કરવા માટે દરવાજા પાસે લટક્યો હતો. અચાનક તેનો પગ સરકતાં તે નીચે પટકાયો હતો અને ગંભીર રીતે જખમી થયો હતો. દુર્ભાગ્યે અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકે પોતાના બન્ને પગ ગુમાવ્યા છે. આ ઘટનાએ સ્ટેશન પર હાજર લોકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK