Thane News: શખ્સે ચતુરાઈથી લગભગ ચાર લાખની વીજચોરી કરી હતી. વીજ કંપની પણ આ કાવતરાથી આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણે (Thane News)માંથી વીજચોરીનો હેરાન કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. શખ્સે ચતુરાઈથી લગભગ ચાર લાખની વીજચોરી કરી હતી. વીજ કંપની પણ આ કાવતરાથી આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર ૩૮ વર્ષના એક શખ્સે લગભગ એક વર્ષથી વીજળીના મીટરને બાયપાસ કરીને ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કર્યો હતો. આ મામલે તપાસમાં બહાર આવ્યું છે કે તેણે આ એક વર્ષમાં લગભગ 18,214 યુનિટ જેટલી વીજળીની ચોરી (Thane News) કરી છે. જેની બજાર કિંમત અંદાજે 4,19,552 રૂપિયા થાય છે.
ADVERTISEMENT
મુંબ્રા પોલીસ સ્ટેશન (Thane News)ના અધિકારીએ આ મામલે વધુ માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે કંપનીની તપાસટીમે ૧૦ ઓક્ટોબરે આ મામલે કાર્યવાહી કરી હતી. જ્યારે ટીમે આરોપીના ઘરની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ભાઈએ મીટરમાંથી વીજળીનું કનેક્શન કાપી નાખ્યું હતું અને ડાયરેક્ટ વીજપ્રવાહ વાપરતો હતો એટલે કે મીટરમાં વીજળીનો કેટલો યુસેજ થયો એની ખબર જ ન પડે. વીજકંપનીએ આરોપી સામે ફરિયાદ નોંધી છે. જેના આધારે પોલીસે ભારતીય વીજળી અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પ્રકારે વીજની ચોરી થવાની આ કંઈ પહેલવહેલ થયેલી ઘટના તો નથી જ. એમ અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરના મહિનાઓમાં જ થાણે, કલવા અને ભિવંડી જેવા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ વીજળીની ચોરીના કિસ્સાઓ સામે આવ્યા હતા. જોકે, આ પ્રમાણે વીજળીની ચોરી થવાથી વીજપુરવઠો કરનારી કંપનીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેમ જ આ વિસ્તારમાં વોલ્ટેજમાં વધઘટ અને ટ્રાન્સફોર્મર ઓવરલોડ જેવી સમસ્યાઓ પણ સતત વધી રહી છે.
તાજતેરમાં જ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) એ થાણે જિલ્લા (Thane News)ના ગ્રામીણ વિસ્તારોમાં 30.73 લાખ રૂપિયાની વીજળીની ચોરીના સંબંધમાં 66 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. એમ MSEDCLના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજ્ય સંચાલિત વીજ ઉપયોગિતાએ છેલ્લા બે મહિનામાં ટિટવાળા, ઇન્દિરા નગર, ગણેશવાડી અને બલ્લાની વિસ્તારોમાં આ જ મામલે તપાસ-કામગીરી હાથ ધરી હતી.
આ જ મામલે (Thane News) વધુ માહિતી શેર કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગ્રામીણ અને સેમી-અર્બન વિસ્તારોમાં કરવામાં આવી હતી. વીજળીની થતી ચોરી પર અંકુશ લાવવા માટે તેમ જ અને ગેરકાયદે વીજળી-કનેક્શનને લીધે થયેલ આર્થિક નુકસાનની વસૂલાત માટે MSEDCL દ્વારા ચલાવવામાં આવી હતી. ટિટવાળા પેટા વિભાગ દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૬૬ સ્થળોએ વીજળીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ 1,21,000 યુનિટ જેટલી વીજચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે MSEDCLને કુલ 30.73 લાખ રૂપિયાનો પણ ફટકો બેઠો હોવાની માહિતી મળી છે.

