Thane Road Accident: થાણેના ઘોડબંદર રોડ પર બસ મોટરસાયકલ સાથે અથડાઈ હતી; ગાંધીનગરથી ભિવંડી જતી બસે એક મહિલા અને એક પુરુષને ટક્કર મારતા બન્ને ઘાયલ થયા હતા; ૪૦ વર્ષીય બસ ડ્રાઇવરની અટકાયત
પ્રતીકાત્મક તસવીર
આજે સવારે થાણે (Thane)ના ઘોડબંદર રોડ (Ghodbunder Road) પર એક અકસ્માત થયો છે. જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા છે અને અકસ્માત (Thane Road Accident) કરનાર ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે.
સોમવારે સવારે થાણેના ઘોડબંદર રોડ પર નાગલા બંદર સિગ્નલ (Nagla Bunder signal) પર ગાંધીનગર (Gandhinagar)થી ભિવંડી (Bhiwandi) જતી બસ મોટરસાયકલ સાથે અથડાઈ હતી. બસે મોટરસાયકલને ટક્કર મારતા ૨૮ વર્ષીય મહિલા અને ૨૪ વર્ષીય પુરુષ ઘાયલ થયા હતા. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ૪૦ વર્ષીય બસ ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે અને મુંબઈ પોલીસ (Mumbai Police) અકસ્માતની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે શહેરમાં એક બસે મોટરસાયકલને ટક્કર મારતાં એક પુરુષ અને એક મહિલા ઘાયલ થયા હતા. ગુજરાત (Gujarat)ના ગાંધીનગરથી થાણેના ભિવંડી જઈ રહેલી બસમાં ૩૦ મુસાફરો હતા અને આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, સવારે લગભગ ૭ વાગ્યે ઘોડબંદર રોડ પર નાગલા બંદર સિગ્નલ પર બસ મોટરસાયકલ સાથે અથડાઈ હતી. પાછળ બેઠેલી ૨૮ વર્ષીય મહિલાને માથામાં ઇજા થઈ હતી અને મોટરસાઇકલ ચલાવનાર ૨૪ વર્ષીય પુરુષને પણ ઇજા થઈ હતી. ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (Deputy Commissioner of Police, Traffic) પંકજ શિરસાતે જણાવ્યું હતું કે, બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્યારે બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘાયલ બન્ને વ્યક્તિઓ મુંબઈના પરા વિસ્તાર કાંદિવલી (Kandivali)ના રહેવાસી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, બંને મોટરસાયકલ સવારો મુંબઈના કાંદિવલીના રહેવાસી છે. ૪૦ વર્ષીય બસ ડ્રાઇવર ગાંધીનગરનો રહેવાસી છે. બસ ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમજ અધિકારીએ ઉમેર્યું હતું કે, આ અકસ્માતની વધુ તપાસ ચાલુ છે.
ફ્રેન્ડશિપ ડેના દિવસે થાણેમાં કન્ટેનર સાથેની ટક્કરમાં યુવતીનો જીવ ગયો
મુંબ્રા (Mumbra)ના રેતી બંદર જંક્શન (Retibunder Junction) નજીક ૩ ઓગસ્ટે રાત્રે એક ઝડપી કન્ટેનરે ટૂ-વ્હીલરને પાછળથી ટક્કર મારતાં થાણે (Thane)ના તીનહાથ નાકા (Teen Hath Naka) નજીક શિવાનંદ સોસાયટી (Shivanand Society)માં રહેતી ૨૧ વર્ષની પલક સોલંકીનું મૃત્યુ થયું હતું. આ મામલે મુંબ્રા પોલીસ (Mumbra Police)એ ઘટનાસ્થળેથી નાસી ગયેલા કન્ટેનરચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પલક તેના મિત્ર પવન મ્હૈસાલા સાથે મુંબ્રામાં રહેતી ઝોયા ઈમાનદાર સાથે ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી કરવા આવી હતી. રાતે ત્રણે મિત્રોએ સાથે ભોજન લીધા બાદ પલક તેના ઘરે જઈ રહી હતી એ સમયે અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પોલીસની તપાસમાં સામે આવી હતી.

