Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMC તમામ ૨૩૭ કૉર્પોરેટરોને ૧૩ ઇંચનાં ટૅબ્લેટ આપશે

BMC તમામ ૨૩૭ કૉર્પોરેટરોને ૧૩ ઇંચનાં ટૅબ્લેટ આપશે

Published : 10 August, 2026 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્માર્ટ ફોન હોવા છતાં ટૅબની શું જરૂર એવો વિપક્ષનો સવાલ

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સામાન્ય સભા તેમ જ વિવિધ વૈધાનિક સમિતિઓની કામગીરીને ડિજિટલ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત ૧૦ નામાંકિત સભ્યો સહિત તમામ ૨૩૭ કૉર્પોરેટરોને ૧૩ ઇંચના ટૅબ્લેટ પૂરા પાડવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. BMC હવે કાગળ 
પરનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાનો ઇરાદો ધરાવે છે.
BMCમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવ સામે વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. શિવસેના (UBT)ના નેતા અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે જ્યારે મોટા ભાગના કૉર્પોરેટરો પાસે પહેલેથી જ સ્માર્ટ ફોન ઉપલબ્ધ છે તો પછી અલગથી નવાં ઉપકરણો ખરીદવાની શી જરૂર છે? તેમણે ઉમેર્યું હતું કે આજે લગભગ દરેક કૉર્પોરેટર પાસે સ્માર્ટ ફોન છે. BMCનો એજન્ડા તેમના ફોન પર ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે. પ્રજાના કરવેરાનાં નાણાં આ રીતે અલગથી ટૅબ્લેટ ખરીદવા પાછળ વેડફવાની કોઈ આવશ્યકતા નથી.
બીજી તરફ, BMCના BJPના નેતા ગણેશ ખાનકરે આ નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય BMCની કામગીરીને ધીમે-ધીમે સંપૂર્ણપણે પેપરલેસ સિસ્ટમ તરફ આગળ ધપાવવાનો છે. આ ટૅબ્લેટની મદદથી કૉર્પોરેટરો ગૃહ તેમ જ વિવિધ કમિટીઓની બેઠકોના એજન્ડા, પ્રસ્તાવો અને અેને સંબંધિત મહત્ત્વના દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સહેલાઈથી મેળવી શકશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK