પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને સગીર ઉત્તર પ્રદેશના એક જ ગામનાં છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નવા ફ્રીડમ ઑફ રિલિજન અૅક્ટ હેઠળ પુણે શહેર પોલીસે કાયદો અમલમાં આવ્યાના થોડા દિવસોમાં જ બાવીસ વર્ષના એક યુવક વિરુદ્ધ પ્રથમ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. એના પર આરોપ હતો કે તેણે તેની સગીર પત્નીને ધર્માંતરણ કરવા કહ્યું હતું. થોડા દિવસો પછી પોલીસે નવા કાયદા હેઠળ યુનાઇટેડ કિંગડમના નાગરિક અને ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા કાર્ડધારક સામે બીજો કેસ નોંધ્યો હતો જેના પર ધાર્મિક મેળાવડામાં લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.
મહારાષ્ટ્ર ફ્રીડમ ઑફ રિલિજન અૅક્ટ, 2026 ૩૧ જુલાઈઅે સૂચિત કરવામાં આવ્યો હતો અને ૧ ઑગસ્ટે અમલમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના બાવીસ વર્ષના યુવક વિરુદ્ધ પાંચમી ઑગસ્ટે પ્રથમ FIR નોંધવામાં આવ્યો હતો, કારણ કે તેણે તેની સગીરને ‘પત્ની’ને ધર્માંતરણ કરવા કહ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને સગીર ઉત્તર પ્રદેશના એક જ ગામનાં છે. બન્ને વચ્ચે સંબંધ બંધાયો અને ત્યાર બાદ કર્ણાટક અને પછી પુણે રહેવા ગયાં એમ અધિકારીએ જણાવ્યું હતું.
