સર્વેમાં જાણવા મળ્યું હતું કે ઝૂંપડપટ્ટીઓમાં પ્રતિ એક કિલોમીટરમાં ૨૨૪ રખડતા શ્વાન હતા.
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)એ ગુરુવારે બહાર પાડેલા એક અહેવાલમાં કહ્યું હતું કે મુંબઈની શેરીઓમાં રખડતા શ્વાનોની સંખ્યામાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૪૪૧૫ શ્વાનનો ઘટાડો નોંધાયો છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર મુંબઈમાં ૨૦૧૪માં કુલ ૯૫,૧૭૨ રખડતા શ્વાન હતા, જ્યારે ૨૦૨૪માં એ સંખ્યા ઘટીને ૯૦,૭૫૭ થઈ ગઈ છે. BMCએ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) સાથે મળીને આ અહેવાલ તૈયાર કર્યો હતો. ‘ઇવૅલ્યુએશન ઑૅફ સ્ટ્રીટ ડૉગ પૉપ્યુલેશન મૅનેજમેન્ટ ઍન્ડ સ્ટરિલાઇઝેશન ઇમ્પૅક્ટ ઇન મુંબઈ’ નામનો અહેવાલ તૈયાર કરવા મુંબઈની ૯૩૦ કિલોમીટરની ગલીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું હતું કે ઝૂંપડપટ્ટીઓમાં પ્રતિ એક કિલોમીટરમાં ૨૨૪ રખડતા શ્વાન હતા.

