Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદરના આંદોલન વખતે યુવતી સાથે અશ્લીલ હરકત કરી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો

દાદરના આંદોલન વખતે યુવતી સાથે અશ્લીલ હરકત કરી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો

Published : 25 July, 2026 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ-કર્મચારી આંદોલનકારી પુરુષને ઝડપી રહ્યો છે અને તેનું ધ્યાન બીજે છે ત્યારે તે યુવતી અચાનક વચ્ચે આવી હતી એવી સ્પષ્ટતા આપીને પોલીસે આક્ષેપો ફગાવ્યા

યુવકને બચાવવા યુવતી તેને ચોંટી પડી અને પોલીસની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

યુવકને બચાવવા યુવતી તેને ચોંટી પડી અને પોલીસની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.


કૉક્રૉચ જનતા પાર્ટીના સમર્થનમાં દાદરમાં આંદોલન દરમ્યાન સિવિલ ડ્રેસમાં ફરજ પર રહેલા એક પોલીસ-કર્મચારીએ યુવતીને અણછાજતી રીતે પકડી રાખીને તેનો વિનયભંગ કર્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે. એને જોઈને અનેક લોકોએ તેના એ કૃત્યને વખોડ્યું હતું. વિરોધ પક્ષે પણ એ વ્યક્તિના વર્તન બદલ સરકાર પર માછલાં ધોયાં હતાં. જોકે હકીકત કંઈક અલગ જ હોવાનું પોલીસે કહ્યું છે.  
આંદોલન દરમ્યાન જે માણસ દેખાય છે તે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં હવાલદાર તરીકે કાર્યરત છે. તેનું નામ દીપક બલ્લાળ છે. પોલીસ દ્વારા સ્પષ્ટતા આપતાં કહેવાયું છે કે ‘આંદોલન પતી ગયું હતું. એ પછી પણ બ્લુ રેઇનકોટ પહેરેલો યુવાન અન્ય યુવાનોને પાછો ઉશ્કેરી રહ્યો હતો. એથી દીપક બલ્લાળ બ્લુ રેઇનકોટ પહેરેલા તે યુવાનને તાબામાં લેવા ધસી ગયો હતો. એ વખતે તેણે તે યુવાનનો રેઇનકોટ પકડીને તેને પકડ્યો અને ઝડપી લીધો ત્યારે તે યુવતી અચાનક જ રેઇનકોટ પહેરલા યુવાનને છોડાવવા વચ્ચે આવી જાય છે. એથી એવું લાગે છે કે દીપક બલ્લાળ યુવતીની છેડતી કરી રહ્યો છે. જો વિડિયો ધ્યાનથી જોશો તો દીપક બલ્લાળ તે યુવાનનો રેઇનકોટ પકડીને તેને ઝડપે છે અને પછી પાછળ વળીને પોતાના બીજા પોલીસ કર્મચારીને બોલાવે છે ત્યારે તેનું ધ્યાન પાછળ છે. ત્યારે તે યુવતી તે યુવાનને બચાવવા વચ્ચે ધસી આવે છે અને તે યુવાનને દીપક બલ્લાળની પકડથી છોડાવવા તે યુવાનને ચોંટી પડે છે અને ધક્કો મારીને તેને દૂર લઈ જવાનો પ્રયાસ કરે છે. એ વખતે એવું લાગે છે કે દીપક બલ્લાળ તેની છેડતી કરી રહ્યો છે.’ 
ઉચ્ચ અધિકારીઓએ એ વિડિયોને ધ્યાનપૂર્વક ચકાસ્યો છે અને એમાં દીપક બલ્લાળનો ફૉલ્ટ ન હોવાનો ખુલાસો આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK