Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમાકુ, શરાબ અને શુગર ધરાવતાં ડ્રિન્ક્સના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો કરો

તમાકુ, શરાબ અને શુગર ધરાવતાં ડ્રિન્ક્સના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો કરો

Published : 06 July, 2025 08:54 AM | Modified : 06 July, 2025 08:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની તમામ દેશોને હાકલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)એ દેશોને આગામી દાયકામાં ખાંડવાળાં પીણાં, આલ્કોહૉલ અને તમાકુના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો કરવા માટે હાકલ કરી છે.


WHO માને છે કે આ ટૅક્સ લાગુ કરીને દેશો ડાયાબિટીઝ અને કૅન્સર જેવા કેટલાક રોગોમાં ફાળો આપતાં હાનિકારક ઉત્પાદનોનો વપરાશ ઘટાડી શકે છે. આ પગલાને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવે છે. ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કાબૂમાં લેવા અને વિશ્વભરમાં આરોગ્ય-પ્રણાલીઓ માટે આવક ઊભી કરવાના હેતુથી આ નવી પહેલ કરવામાં આવી છે.



WHOનું માનવું છે કે આ પ્રકારે જમા થનારો હેલ્થ-ટૅક્સ આપણી પાસેનાં સૌથી કાર્યક્ષમ સાધનોમાંનું એક બનશે. ૨૦૨૫ સુધીમાં આ ટૅક્સ દ્વારા એક ટ્રિલ્યન ડૉલરનું ભંડોળ જમા કરવાનો ઉદ્દેશ છે જેને વિવિધ સ્વાસ્થ્ય પ્રોજેક્ટો માટે વાપરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2025 08:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK