Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે

આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે

25 September, 2021 01:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ કહીને ચાલુ કોર્ટે મર્ડરના આરોપીએ સરકારી વકીલની મારઝૂડ કરીને જાનથી મારવાની ધમકી આપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણ રેલવે સ્ટેશન નજીક આવેલી સિટી સિવિલ કોર્ટમાં ગઈ કાલે મર્ડરના અન્ડર-ટ્રાયલ આરોપીએ ચાલુ કોર્ટમાં સરકારી વકીલની મારઝૂડ કરીને તેને જાનથી મારવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તે વકીલે કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ગઈ કાલે બપોરે સિટી સિવિલ કોર્ટમાં મર્ડરના અન્ડર-ટ્રાયલ આરોપી આકાશ તાવડેના કેસ પર ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે સરકારી વકીલે પોતાની બાજુ કોર્ટને કહી હતી. એથી રોષે ભરાઈને આકાશે કઠેડામાંથી બહાર આવીને વકીલની મારઝૂડ શરૂ કરી દીધી હતી. ત્યાં ઊભેલા પોલીસ અધિકારીઓએ આકાશને અટકાવ્યો હતો. એ પછી પણ આકાશે વકીલને ધમકી આપીને કહ્યું હતું કે ‘તને જાનથી મારી દઈશ. આ તો હજી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે.’



મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી હાલમાં આધારવાડી જેલમાં સજા કાપી રહ્યો છે. તેની સામે મારઝૂડ કરવાની અને અપશબ્દો બોલવાની ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK