મુલુંડની તમામ મહિલા ડૉક્ટરોએ ભેગા થઈને મુલુંડના કાલિદાસમાં તિરંગા રૅલી યોજી હતી
મુલુંડના કાલિદાસમાં યોજાયેલી તિરંગા રૅલી.
મુલુંડની મહિલા ડૉક્ટરોએ પણ કાઢી તિરંગા રૅલી
ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની પરિસ્થિતિમાં ઑપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનારા અધિકારીઓ તેમ જ પાકિસ્તાન સામે લડનારા નભ, જલ અને થલના ભારતીય જવાનોના પરાક્રમને બિરદાવવા માટે ગઈ કાલે સાંજે મુલુંડ-વેસ્ટના પી. કે. રોડસ્થિત કાલિદાસમાં મુલુંડની મહિલા ડૉક્ટરો દ્વારા તિરંગા રૅલી યોજવામાં આવી હતી. આ રૅલીમાં ભારત માતા કી જય સાથેના વિવિધ નારા લગાડવામાં આવ્યા હતા જેથી આ રૅલી જોનાર વ્યક્તિઓમાં પણ દેશભક્તિની ભાવના નિર્માણ થઈ હતી. આ તિંરગા રૅલી વિશે માહિતી આપતાં ડૉક્ટર રમા ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીય સેનાના જવાનો માઇનસ ડિગ્રીમાં દેશની સલામતી માટે ખડે પગે સેવા આપતા હોય છે જેથી આપણે અહીં આરામથી સૂઈ શકીએ છીએ. એટલે તેમને જેટલું બિરદાવીએ એટલું ઓછું છે. જોકે એનાથી પણ આગળ હાલમાં ઊભી થયેલી પરિસ્થિતિમાં આપણા નભ, જલ અને થલના ભારતીય જવાનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ કામને બિરદાવવા માટે અમે મુલુંડની તમામ મહિલા ડૉક્ટરોએ ભેગા થઈને મુલુંડના કાલિદાસમાં તિરંગા રૅલી યોજી હતી જેમાં અમે આશરે એક કિલોમીટર ચાલીને દેશભક્તિના નારા લગાડ્યા હતા.’
ADVERTISEMENT
દેશભરમાં શૌર્ય સન્માન
લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ.
સિંદૂરી રંગે રંગાયું પઠાનકોટ રેલવે-સ્ટેશન
ગુવાહાટીમાં તિરંગા રૅલીમાં માનવમહેરામણ.
પટનામાં મહિલાઓ પણ જોડાઈ તિરંગા યાત્રામાં.

