Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે ઑરેન્જ અલર્ટ પ્લસ હાઇટાઇડ...

આજે ઑરેન્જ અલર્ટ પ્લસ હાઇટાઇડ...

22 July, 2021 08:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધૂરામાં પૂરું, પરિબળો બદલાય તો અલર્ટ રેડ થાય અને આ‍વામાં મુંબઈ ફરી જળબંબાકાર થાય તો નવાઈ નહીં

વરસાદ ગઈ કાલે પણ જામ્યો હતો અન એને કારણે કુર્લામાં પાણી ભરાઈ ગયાં હતાં. આજે ફરીથી આવાં પાણી ભરાવાની શક્યતા છે.  સમીર માર્કન્ડે

વરસાદ ગઈ કાલે પણ જામ્યો હતો અન એને કારણે કુર્લામાં પાણી ભરાઈ ગયાં હતાં. આજે ફરીથી આવાં પાણી ભરાવાની શક્યતા છે. સમીર માર્કન્ડે


શનિવારે રાતે મુંબઈને ધમરોળનાર ધોધમાર વરસાદની થપાટની કળ હજી વળી નથી ત્યાં ફરી એક વાર મુંબઈમાં જોરદાર વરસાદ થવાની આગાહી રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈએ કરી છે. મૂળમાં ગઈ કાલે સવારના જ મુંબઈ ઉપર વાદળા બંધાયાં હતાં અને વરસાદ લાવતા પશ્ચિમી પવનોએ પણ જોર પકડ્યું હોવાથી સુસવાટા સાથે પવન ફૂંકાતો હતો. એથી ગઈ કાલે બપોર પછી મુંબઈમાં કેટલીક જગ્યાએ અતિ ભારે કે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે, એની પહેલાં જ વેધશાળાએ મુંબઈમાં આજ સવાર સુધી વરસાદને લઈને રેડ અલર્ટ જાહેર કરી દીધો હતો.  રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટરનાં ડિરેક્ટર શુંભાગી ભુતેએ કહ્યું હતું કે આજે પણ આખો દિવસ વરસાદનું જોર રહેશે એવું જણાતાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. આ ઉપરાંત જો વરસાદી પરિબળોમાં ફેરફાર થશે તો ઑરેન્જ અલર્ટ રેડ અલર્ટમાં પરિવર્તિત થઈ શકે છે. આજે સવારના ૧૦.૫૨ વાગ્યે અને રાતના ૧૦.૨૫ વાગ્યે ભરતી છે ત્યારે અનુક્રમે ૪.૪ મીટર અને ૩.૭ મીટર ઊંચાં મોજાં ઊછળવાનાં છે. એ વખતે જો ધોધમાર વરસાદ તૂટી પડશે તો ફરી એક વખત મુંબઈ જળબંબાકાર થાય એવી શક્યતા છે. એ વખતે વરસાદનું પાણી સમુદ્રમાં નહીં જાય અને એ પાછું આવશે એટલે મુંબઈ ફરી જળમય બની જશે. મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને એથી સાબદા રહીને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જરૂરી તમામ યંત્રણાઓ સાથે તૈયાર રહેવા વેધશાળાએ જણાવ્યું છે. 
મુંબઈ, પાલઘર અને થાણેમાં આજે ઑરેન્જ અલર્ટ છે, જ્યારે રાયગડમાં આજે રેડ અલર્ટ જાહેર કરાઈ છે. એ સિવાય પુણે, નાશિક, કોલ્હાપુર, સાતારા રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી ત્યાં પણ રેડ અલર્ટ જાહેર કરાઈ છે. ખાસ કરીને કોંકણમાં દરિયા વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધુ હોવાથી ભારે પવનના કારણે વૃક્ષો પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા કહેવાયું છે. આ ઉપરાંત દરિયામાં ૬૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો હોવાથી માછીમારોને પણ દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે.   
મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ગઈ કાલે મુંબઈમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમ્યાન મુંબઈ શહેર વિસ્તારમાં ૬૮.૭૨ એમએમ, પૂર્વનાં પરાંમાં ૫૮.૭૫ એમએમ, પશ્ચિમનાં પરાંમાં ૫૮.૨૪ એમએમ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે આ જ સમય દરમ્યાન મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં ઘર અને ભીંત પડવાની પાંચ ઘટના બની હતી. એમાં એક ઘટના પૂર્વના પરામાં જ્યારે ૪ ઘટના પશ્ચિમનાં પરાંમાં બની હતી. જોકે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી. એ સિવાય વૃક્ષો તૂટી પડવાના કે ડાળ તૂટી પડવાના ૧૫ કૉલ સુધરાઈને મળ્યા હતા. એમાં શહેરમાં ૪, પૂર્વનાં પરાંમાં પાંચ અને પશ્ચિમનાં પરાંમાં ૬ ઘટનાઓ નોંધાઈ હતી. મહાકાલી કેવ્સ પાસે વૃક્ષની ડાળ પડવાના કારણે એક વ્યક્તિને માર લાગ્યા હતો. તેને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. વૃક્ષ અને ડાળ પડવાના કૉલ મળતાં જ સુધરાઈના કર્મચારીઓ ઘટનાસ્થળે જઈ એ ડાળો કાપીને બની શકે એટલી ત્વરાથી રોડ ક્લિયર કરતા હતા.

 આજે પણ આખો દિવસ વરસાદનું જોર રહેશે એવું જણાતાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. આ ઉપરાંત જો વરસાદી પરિબળોમાં ફેરફાર થશે તો ઑરેન્જ અલર્ટ રેડ અલર્ટમાં પરિવર્તિત થઈ શકે છે.
શુંભાગી ભુતે, 
રીજનલ મિટિયરોલૉજિકલ 
સેન્ટરનાં ડિરેક્ટર 


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK