બસ તરત જ સાઇડમાં ઊભી રાખી દેવામાં આવી હતી અને પ્રવાસીઓને ઉતારી દેવાયા હતા. ડ્રાઇવરે તરત જ બસમાં રાખવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવી નાખી હતી
ભાયખલામાં ઇલેક્ટ્રિક બસમાં લાગી આગ
વર્ષના છેલ્લા દિવસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સ્પોર્ટ અન્ટરટેકિંગ (BEST)ની રૂટ નંબર ૧૨૬ની જિજામાતા ઉદ્યાન જઈ રહેલી ઇલેક્ટ્રિક બસ ગઈ કાલે બપોરે ૧.૧૫ વાગ્યે ભાયખલા પહોંચી ત્યારે એક બાઇકરને બચાવવા જતાં એના ડ્રાઇવરે બસ સહેજ વધુ વાળી લેતાં બસની બૅટરી અન્ડર કન્સ્ટ્રક્શન બ્રિજના પિલર સાથે અથડાઈ હતી અને એમાંથી ધુમાડો નીકળ્યો હતો. બસ તરત જ સાઇડમાં ઊભી રાખી દેવામાં આવી હતી અને પ્રવાસીઓને ઉતારી દેવાયા હતા. ડ્રાઇવરે તરત જ બસમાં રાખવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવી નાખી હતી. કુર્લામાં બનેલી દુર્ઘટનામાં પણ ઇલેક્ટ્રા કંપનીની બસ હતી અને ગઈ કાલની ઘટનામાં પણ એ જ કંપનીની બસ હતી. બન્ને બસ કૉન્ટ્રૅક્ટની છે.