સમૃદ્ધિ એક્સપ્રેસવે પર રોડનું સમારકામ કરી રહેલી મહિલા-મજૂરોને પાછળથી આવી રહેલી એક ટ્રકે અડફેટે લીધી હતી
પ્રતીકાત્મક તસવીર
જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગઈ કાલે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી મુંબઈ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક અનિયંત્રિત ટ્રકે હાઇવે પર એક ટેમ્પોમાં જતી મહિલા-મજૂરોને અડફેટે લેતાં ૮ મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અન્ય ૩ મહિલાઓને ગંભીર ઈજા થઈ છે.
બુધવારે સાંજે પાંચ વાગ્યે જાલના-કડવંચી વચ્ચે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર રોડનું સમારકામ કરી રહેલી મહિલા-મજૂરોને પાછળથી આવી રહેલી એક ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનાં પૈડાં નીચે કચડાઈ જવાથી મહિલાઓના મૃતદેહના લોચા વળી ગયા હતા.
ADVERTISEMENT
અકસ્માત બાદ ટ્રક-ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો જે પાછળથી પકડાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ જીવ ગુમાવનાર મહિલાઓ આસપાસના વિસ્તારની મજૂર હોવાનું મનાય છે. સરકારે મરનારના પરિવારને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
