આરેથી કફ પરેડ વચ્ચે ચાલતી મેટ્રો 3માં મુસાફરી કરતા દિવ્યાંગ મુસાફરો માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
					 
					
પ્રતીકાત્મક તસવીર
આરેથી કફ પરેડ વચ્ચે ચાલતી મેટ્રો 3માં મુસાફરી કરતા દિવ્યાંગ મુસાફરો માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. દિવ્યાંગ મુસાફરો માટે માસિક ટ્રિપ પાસ પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ટિકિટિંગ સિસ્ટમ અપડેટ થયા બાદ ૧૦ નવેમ્બર પછી આ સેવા ઉપલબ્ધ થશે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ અનેક લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા જેમાં સિનિયર સિટિઝન અને સ્ટુડન્ટ્સ માટે ડિસ્કાઉન્ટની માગણી કરવામાં આવી હતી. નવી શરૂ થયેલી ફુલ્લી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં ટિકિટિંગ સિસ્ટમ અપડેટ થયા બાદ ડિસ્કાઉન્ટ ઉમેરવામાં આવશે.
 
		        	 
		         
        


 
		 
	 
								 
        	