Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિંડોશીમાં દીપડાનો વિડિયો વાઇરલ થયો, સ્થાનિક લોકોમાં ફેલાયો ફફડાટ

દિંડોશીમાં દીપડાનો વિડિયો વાઇરલ થયો, સ્થાનિક લોકોમાં ફેલાયો ફફડાટ

Published : 28 October, 2026 10:04 AM | IST | Dindoshi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૉરેસ્ટ વિભાગે લોકોને સતર્ક રહેવાની અને અફવાઓ ન ફેલાવવાની કરી અપીલ

વાઇરલ વિડિયોમાં દીપડો રાહેજા હાઇટ્સ કૉમ્પ્લેક્સમાં દેખાયો હતો.

વાઇરલ વિડિયોમાં દીપડો રાહેજા હાઇટ્સ કૉમ્પ્લેક્સમાં દેખાયો હતો.


દિંડોશી વિસ્તારમાં રાહેજા હાઇટ્સ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં એક દીપડો ફરતો હોવાનો દાવો કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં અને વૉટ્સઍપ ગ્રુપોમાં વાઇરલ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયાં છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફૉરેસ્ટ વિભાગની ટીમે તરત જ સંબંધિત વિસ્તારની મુલાકાત લીધી હતી. ફૉરેસ્ટ વિભાગના અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધીને દીપડો દેખાય તો રાખવાની સાવચેતીઓ અને સુરક્ષાના ઉપાયો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ફૉરેસ્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે એ જંગલની નજીક આવેલો હોવાથી આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે. સામાન્ય રીતે દીપડો ભટકતા કૂતરાઓનો શિકાર કરવા માટે માનવ-વસાહતની નજીક આવતો હોય છે. વિડિયોમાં દેખાતા દીપડાની શોધ કરવામાં આવી રહી છે.’



ચોક્કસ સંદર્ભ વિના આવા વિડિયો પોસ્ટ કરીને અફવા ન ફેલાવવાની અપીલ ફૉરેસ્ટ વિભાગે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 10:04 AM IST | Dindoshi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK