મુખ્ય પ્રધાને કહ્યું કે પરવાનગી અપાઈ હશે તો કાર્યવાહી થશે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
શનિવારે મધરાતે મુંબઈની પ્રસિદ્ધ ટૂરિઝમ સાઇટ બાંદરા ફોર્ટમાં દારૂની પાર્ટી યોજાઈ હતી એવા આરોપ સાથેનો એક વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોને લીધે મુંબઈમાં રાજકીય વિવાદ સર્જાયો છે. વિરોધ પક્ષોએ સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સામે આવી પાર્ટી યોજવાની પરવાનગી આપવા માટે સવાલ ઉઠાવ્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ બાંદરાના આઇકૉનિક ફોર્ટમાં યોજાયેલી દારૂની પાર્ટીના આ વિડિયોની ખૂબ ટીકા થઈ હતી. લોકોએ પ્રશ્ન કર્યા હતા કે મહારાષ્ટ્રના કિલ્લાઓમાં આ શું ચાલી રહ્યું છે? ખરેખર શું ચાલી રહ્યું છે? આવા ઉપદ્રવ બંધ નહીં થાય તો આગામી પાર્ટીઓ મહારાષ્ટ્રના બીજા કિલ્લાઓમાં થવા માંડશે. આવી ઐતિહાસિક ધરોહરમાં દારૂની પાર્ટી યોજવા માટે પરવાનગી કેવી રીતે આપવામાં આવી?
ગઈ કાલે પત્રકારોએ જ્યારે મુખ્ય પ્રધાનને બાંદરા ફોર્ટના વાઇરલ વિડિયો વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેં હજી સુધી આવો કોઈ વિડિયો જોયો નથી. જો આવી પાર્ટી માટે પરવાનગી આપવામાં આવી હશે તો કાર્યવાહી કરવામાં આવશે.’


