મુશીર ખાને ૮૪ રન કર્યા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈએ પૉન્ડિચેરી સામે પાંચમા રાઉન્ડની રણજી મૅચ રમવાની શરૂઆત કરી હતી. પહેલા દિવસે શાર્દૂલ ઠાકુરની ટીમે ત્રણ ૮૦થી વધુ રનના સ્કોર સાથે ૮૪ ઓવરમાં ૩૧૭ રન કર્યા હતા. ૩૧ વર્ષના ડાબા હાથના બૅટર અખિલ હેરવાડકરે સાત વર્ષ બાદ મુંબઈની ટીમમાં ધમાકેદાર કમબૅક કર્યું છે.
અજિંક્ય રહાણેની ગેરહાજરીમાં ટીમમાં સામેલ થયેલા અખિલ હેરવાડકરે ૧૮૮ બૉલમાં ૧૧ ફોર ફટકારીને હાઇએસ્ટ ૮૬ રન કર્યા હતા. ઓપનર મુશીર ખાને ૧૦૨ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૮૪ રન કર્યા હતા. ૮૦ રન કરનાર સિદ્ધેશ લાડ અને ૨૯ રને રમી રહેલો સરફરાઝ ખાન આજે ટીમની ઇનિંગ્સને આગળ વધારશે.


