ઇન્ડિયન આર્મીએ ડોર2ડોર આ વિડિયો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું હતું કે બહુ સરસ. બીજી કમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ માટે આ મોટો સંદેશ છે.પોસ્ટથી આતંકવાદીઓને ગર્ભિત સંદેશ આપ્યો
જવાનો ઠેર-ઠેર દરોડા પાડતા હોય એવો ૧૩ સેકન્ડનો વિડિયો ઇન્ડિયન આર્મીએ ગઈ કાલે શૅર કર્યો હતો એનો સ્ક્રીન-શૉટ.
ઇન્ડિયન આર્મીએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ‘ડોર2ડોર’ પોસ્ટથી આતંકવાદીઓને મેસેજ આપ્યો હતો કે તમે ક્યાંય સુરક્ષિત નથી, તમે જેને તમારું અભયારણ્ય માનો છો એ તમારી કલ્પના છે. આ પોસ્ટમાં આર્મી દરોડા પાડતી હોવાનું દર્શાવતો એક કલ્પનાત્મક વિડિયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમે છુપાઈ શકતા નથી, તમારું અભયારણ્ય તમારી કલ્પના છે. આ વિડિયોને તાજેતરમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓના પર્દાફાશ અને એની પર કડક પગલાં લેવાની ચીમકીના સ્વરૂપે પણ જોવામાં આવી રહ્યો છે. આ વિડિયો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું હતું કે બહુ સરસ. બીજી કમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ માટે આ મોટો સંદેશ છે.


