Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Vijaypat Singhania Death: રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું ૮૭ વર્ષની વયે અવસાન

Vijaypat Singhania Death: રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું ૮૭ વર્ષની વયે અવસાન

Published : 29 March, 2026 10:04 AM | Modified : 29 March, 2026 10:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vijaypat Singhania Death: રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ એમડી અને ચેરમેન વિજયપત સિંઘાનિયાનું ગઇકાલે સાંજે મુંબઈમાં નિધન થયું છે. તેઓ એક દૂરદર્શી લીડર, પરોપકારી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતાં કે જેમનો વારસો પેઢીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપતો રહેશે.

વિજયપત સિંઘાનિયા

વિજયપત સિંઘાનિયા


રેમન્ડ ગ્રુપના ભૂતપૂર્વ એમડી અને ચેરમેન વિજયપત સિંઘાનિયાનું ગઇકાલે સાંજે મુંબઈમાં નિધન (Vijaypat Singhania Death) થયું છે. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા વિજયપત સિંઘાનિયાએ 87 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે એવી માહિતી તેમના પરિવારે જણાવી હતી. તેમના નિધનના સમાચાર શેર કરતા તેમના પુત્ર અને રેમન્ડ ગ્રૂપના વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી કે, "ભારે દુઃખ સાથે જણાવવાનું કે પદ્મ ભૂષણ ડૉ. વિજયપત કૈલાશ સિંઘાનિયાનું નિધન થયું છે. તેઓ એક દૂરદર્શી લીડર, પરોપકારી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતાં કે જેમનો વારસો પેઢીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપતો રહેશે" તેમના પરિવારની વાત કરીએ તો પત્ની આશાદેવી સિંઘાનિયા અને તેઓને મધુપતિ સિંઘાનિયા, શેફાલી રુઇયા અને ગૌતમ સિંઘાનિયા નામે સંતાનો છે.

અંતિમસંસ્કાર ક્યારે?



વિજયપત સિંઘાનિયાના અંતિમસંસ્કાર (Vijaypat Singhania Death) આજે બપોરે 3 વાગ્યે મુંબઈના ચંદનવાડીમાં કરવામાં આવશે. પરિવારજનો અને નજીકના મિત્રોને તેઓના પાર્થિવ દેહના દર્શન માટે બપોરે ૧.૩૦ સુધી હવેલી, એલડી રૂપારેલ માર્ગ, મલબાર હિલ ખાતે પહોંચી જવા જણાવાયું છે. અને આજે બપોરે ૩ વાગ્યે ચંદનવાડીમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે.


વિજયપત સિંઘાનિયા વિશે

વિજયપત સિંઘાનિયાનો (Vijaypat Singhania Death) જન્મ 4 ઓક્ટોબર, 1938ના રોજ થયો હતો. તેઓએ 1980માં રેમન્ડ ગ્રૂપના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ કંપનીને તેઓએ એક જુદી જ દિશા આપી હતી. પાવરહાઉસ અને પુરુષોની ફેશનમાં સૌથી વિશ્વસનીય નામ બનાવવામાં તેઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ટ્રેલબ્લેઝિંગ એવિએટર પણ હતા. 


હૉટ ઍર બલૂનમાં 69,000 ફૂટની ઊંચાઈએ પહોંચીને બનાવ્યો હતો વર્લ્ડરેકોર્ડ

નવેમ્બર 2005માં તે સમયના 67 વર્ષના સિંઘાનિયાએ હોટ એર બલૂનમાં આશરે 69,000 ફૂટની ઉંચાઈએ પહોંચીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.  તે પહેલાં, 1988માં તેમણે 23 દિવસમાં લંડનથી નવી દિલ્હી સુધી એકલા ઉડાન ભરીને માઇક્રોલાઇટ એરક્રાફ્ટ માટે સ્પીડ-ઓવર-ટાઇમ એન્ડ્યોરન્સ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય વાયુસેનાએ 1994માં તેમને માનદ એર કોમોડોર તરીકે નિયુક્ત કર્યા હતા અને 2006માં તેમને મુંબઈના શેરિફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાપડ ઉદ્યોગના આ દિગ્ગજને 2006માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2001માં તેમને તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ મળ્યો હતો. ભારતીય વાયુસેનાએ 1994માં તેમને માનદ એર કોમોડોર બનાવ્યા હતા અને તેઓ 2006માં મુંબઈના શેરિફ પણ હતા.

વર્ષ ૨૦૧૫માં તેમણે રેમન્ડ ગ્રુપ (Vijaypat Singhania Death) લેગસીમાં તેનો ૩૭% હિસ્સો તેમના પુત્ર ગૌતમને આપ્યો હતો. ત્યારબાદ પરિવારમાં વિવાદ સર્જાયો હતો. તાજેતરના વર્ષોમાં પિતા-પુત્રના સંબંધને લગતા ઘણા નિવેદનો અને ઘટનાઓની ચર્ચા કરવામાં આવી હતી.વિજયપત અને ગૌતમ સિંઘાનિયા કેટલાક વર્ષો પહેલા કાયદાકીય વિવાદોમાં ફસાયેલા હતા, પરંતુ તેઓએ આ મુદ્દાઓનું સમાધાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉદ્યોગ અને રાષ્ટ્ર માટે તેમના યોગદાનને ધ્યાનમાં લઈને લંડન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રિસર્ચ તરફથી માનદ પીએચડી સાથે સન્માન પણ આપવામાં આવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK