Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યને પાણી પૂરું પાડતા ડૅમોમાં પાણીનો સ્ટૉક હવે ૬૦.૩૭ ટકા

રાજ્યને પાણી પૂરું પાડતા ડૅમોમાં પાણીનો સ્ટૉક હવે ૬૦.૩૭ ટકા

Published : 16 March, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્ચમાં કાળઝાળ ગરમીને લીધે પાણીના બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બની

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માર્ચ મહિનામાં ગરમી વધવાને કારણે રાજ્યને પાણી પૂરું પાડતા ડૅમોમાં પાણીનું ઝડપથી બાષ્પીભવન થઈ રહ્યું છે અને આગામી ૪ મહિનામાં પાણીપુરવઠામાં મોટો ઘટાડો થવાની શક્યતા રાજ્યના વૉટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં માર્ચમાં તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને હીટવેવને કારણે ડૅમમાંનું પાણી ઝડપથી બાષ્પીભવન થઈ રહ્યું છે. આને કારણે મહારાષ્ટ્રના ૩૦૧૧ નાના-મોટા ડૅમમાં પાણીનો સ્ટૉક ઘટીને ૬૦.૩૭ ટકા થઈ ગયો છે.

ગયા વર્ષે આ જ સમયગાળા દરમ્યાન પાણીનો સંગ્રહ ૫૩.૦૬ ટકા હતો, જ્યારે આ વર્ષે સરખામણીમાં વધુ પાણી છે જેનું એક કારણ કેટલીક જગ્યાએ તાજેતરમાં થયેલો કમોસમી વરસાદ પણ ગણવામાં આવે છે. જોકે બાષ્પીભવનને કારણે હવે પાણીના સ્તરની નિયમિત દેખરેખ જરૂરી છે.



મુંબઈમાં પાણીનો સ્ટૉક


મુંબઈને પાણી પૂરું પાડતા મધ્ય વૈતરણા ડૅમમાં ૪૨.૪૦ ટકા, મોડકસાગરમાં ૫૪.૮૯ ટકા, તાનસામાં ૫૨.૧૩ ટકા અને ભાત્સા ડૅમમાં ૫૯.૧૯ ટકા પાણીનો સ્ટૉક છે. હવામાન વિભાગે વરસાદનું આગમન મોડું થાય એવી આગાહી કરી હોવાથી પાણીની કટોકટી વધુ ચિંતાજનક બની છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK