Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ રેલવેએ મુંબઈથી ગુજરાતનાં આ શહેરો માટે ખાસ ટ્રેનોની જાહેરાત કરી

પશ્ચિમ રેલવેએ મુંબઈથી ગુજરાતનાં આ શહેરો માટે ખાસ ટ્રેનોની જાહેરાત કરી

Published : 23 March, 2026 07:56 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીક સીઝન દરમ્યાન મુસાફરીને સરળ બનાવવા માટે આ રૂટ પર આ સ્પેશ્યલ ટ્રેનો સાથે અનેક ટ્રેનોનું ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેસ્ટર્ન રેલવેએ વેકેશનમાં વતન અથવા ફરવા જતા મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે બાંદરા ટર્મિનસથી ગુજરાતનાં અનેક શહેરો માટે સ્પેશ્યલ ટ્રેનોની જાહેરાત કરી છે. આ સેવાઓ બીજી એપ્રિલથી ૩૧ જુલાઈ દરમ્યાન ચાલશે જે મુંબઈને ભાવનગર, ગાંધીધામ, ભુજ, વેરાવળ અને ઉધના સાથે જોડશે. પીક સીઝન દરમ્યાન મુસાફરીને સરળ બનાવવા માટે આ રૂટ પર આ સ્પેશ્યલ ટ્રેનો સાથે અનેક ટ્રેનોનું ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્યું છે.

ટ્રેન નંબર ૦૯૨૦૭ ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી બાંદરા ટર્મિનસ અને ભાવનગર વચ્ચે દોડશે.
ટ્રેન નં. ૦૯૪૧૫ બીજી એપ્રિલથી ૩૦ જુલાઈ સુધી બાંદરા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે દોડશે.
ભુજ માટે ૩ ટ્રેન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. 
ટ્રેન નં. ૦૯૦૩૭  ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નં. ૦૯૦૦૯ પાંચમી એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નં. ૦૯૦૧૧ ૭ એપ્રિલથી ૨૮ જુલાઈ સુધી દોડશે.
ટ્રેન નંબર ૦૯૦૧૭ ૫ એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી બાંદરાથી વેરાવળ વચ્ચે દોડશે. 
ઉધના માટે, મુંબઈ અને શહેર વચ્ચે બે ખાસ ટ્રેનસેવાઓ શરૂ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 07:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK