શિળ વિસ્તારમાં રવિવારે પાણીની ટાંકીમાં પડી ગયેલા એક જંગલી શિયાળને એક કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન
શિળ વિસ્તારમાં રવિવારે પાણીની ટાંકીમાં પડી ગયેલા એક જંગલી શિયાળને એક કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ‘કલ્યાણ-શિળફાટા રોડ પર મુક્તાઈ રેસિડન્સી નજીક એક ટાંકીમાં જંગલી શિયાળ પડી ગયું હતું. ટાંકી સાંકડી જગ્યાએ હોવાને કારણે બચાવકાર્ય પડકારજનક રહ્યું હતું. જોકે ફાયરબ્રિગેડ અને ફૉરેસ્ટ વિભાગના અધિકારીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા લગભગ એક કલાકની મહેનત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.’
બચાવ પછી શિયાળની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ એને જંગલમાં છોડવામાં આવ્યું હતું.


