Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રક સાથે અથડાઈ સ્કૂટી, છોકરી બમ્પર પર લટકીને બચી ગઈ પણ સ્કૂટીનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રક સાથે અથડાઈ સ્કૂટી, છોકરી બમ્પર પર લટકીને બચી ગઈ પણ સ્કૂટીનો કચ્ચરઘાણ નીકળી ગયો

Published : 11 October, 2026 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ ટ્રકની ટક્કરથી સ્કૂટીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને રામ રાખે એને કોણ ચાખે એ કહેવત ફરી એકવાર સાચી પડી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં ખૂબ સ્પીડમાં દોડી રહેલી રેતી ભરેલી એક ટ્રકે સ્કૂટીને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટી આગળના પૈડાંની નીચે આવી ગઈ. જોકે આ ભયાનક અકસ્માતમાં પણ સ્કૂટીસવાર યુવતીની સમયસૂચકતાએ તેને બચાવી લીધી. ટ્રક અને સ્કૂટીની ટક્કર વાગતાં પેલી યુવતીએ સ્કૂટી છોડીને ટ્રકનું આગળનું બમ્પર પકડી લીધું. એને કારણે તે ટ્રક સાથે થોડીક ઘસડાઈ પણ ખરી, પરંતુ ભારે ઈજાથી બચી ગઈ હતી. આ ખતરનાક અકસ્માત નજીકના CCTV કૅમેરામાં કેદ થયો હતો. ટ્રક-ડ્રાઇવરે બહુ ઝડપથી ટ્રક પર સંતુલન મેળવી લીધું હતું. ટ્રક જેવી ઊભી રહી કે પેલી યુવતી બમ્પર છોડીને દોડીને દૂર જતી રહી હતી. બીજી તરફ ટ્રકની ટક્કરથી સ્કૂટીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને રામ રાખે એને કોણ ચાખે એ કહેવત ફરી એકવાર સાચી પડી.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK