WPL 2025: 10 માર્ચથી 15 માર્ચ સુધી ચર્ચગેટના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં યોજાનારી મહિલા પ્રીમિયર લીગ T20 ક્રિકેટ મૅચને લઈને ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે.
મુંબઈના રસ્તા પરનો ટ્રાફિક (ફાઇલ તસવીર)
મુંબઈ પોલીસ દ્વારા 10 માર્ચથી 15 માર્ચ સુધી ચર્ચગેટના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં યોજાનારી મહિલા પ્રીમિયર લીગ (WPL 2025) 2025 T20 ક્રિકેટ મૅચને લઈને ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે. વાહનવ્યવહારની સરળ અવરજવર રહે અને લોકોને કોઇ અસુવિધા ન થાય એ હેતુસર આ એડવાઇઝરી જારી કરાયેલી છે.
આ સૂચના અનુસાર મૅચ (WPL 2025)ના દિવસો દરમિયાન દરરોજ બપોરે 12 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે. ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ એડવાઇઝરીમાં જણાવાયું છે કે લોકોને અવરોધ અને અસુવિધા ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક પ્રતિબંધો જારી કર્યા છે. મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, (દક્ષિણ) ટ્રાફિક, પ્રદન્યા જેડે દ્વારા ટ્રાફિક વિષેની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે અનુસાર સૂચનો કરાયા છે.
ADVERTISEMENT
આ જગ્યાએ પે એન્ડ પાર્ક સુવિધા કામચલાઉ ધોરણે રદ
વીર નરીમન રોડ (સુંદર મહેલ જંક્શનથી ચર્ચગેટ જંક્શન) તેમ જ દિનશા વાછા રોડ (મરીન પ્લાઝા જંક્શનથી વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિએશન ચોક) આ રસ્તાઓ પર કોઈ પાર્કિંગ કરાશે નહીં અને હાલના પે એન્ડ પાર્કને કામચલાઉ ધોરણે (WPL 2025) બંધ કરી દેવામાં આવ્યા છે.
હવે એ જાણી લઈએ કે ક્યાં ક્યાં પાર્કિંગ સુવિધા નથી.
- વીર નરીમન રોડ (સુંદર મહેલ જંક્શનથી ચર્ચગેટ જંક્શન)
- દિનશા વાછા રોડ (મરીન પ્લાઝા જંક્શનથી વેસ્ટર્ન ઇન્ડિયા ઓટો મોબાઇલ એસોસિએશન ચોક)
- એન. એસ. રોડ (સુંદર મહેલ જંક્શનથી એર ઇન્ડિયા જંક્શન દક્ષિણ અને ઉત્તર બાઉન્ડ)
- જમશેઠજી ટાટા રોડ (સીડી દેશમુખ ચોકથી ચર્ચગેટ જંક્શન દક્ષિણ અને ઉત્તર બાઉન્ડ)
ટ્રાફિક પોલીસ દ્વારા આ સૂચનાવલીમાં ખાસ જણાવ્યું છે કે ઇમરજન્સી વાહન સિવાય ઉપરોક્ત રસ્તા પર તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સ WPL 2025માં (WPL 2025) ટોપ પર છે. અને તે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવાનું જ લક્ષ્ય રાખી રહી છે. જેની શરૂઆત આજે ગુજરાત જાયન્ટ્સ સામેની મેચથી થવાની છે. હાલમાં 8 પોઇન્ટ અને 0.267 ના નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને છે, મુંબઈ ઈન્ડિયન્સ પાસે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની આગામી મેચ જીતીને પ્રથમ સ્થાન મેળવવાની તક છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાથી તેમને આવનાર છ દિવસના ગાળામાં સંભવિત ચોથી રમત ટાળવામાં પણ મદદ થઈ રહેશે. આ મૅચો (WPL 2025) દરમિયાન લોકોની ભારે અવરજવર પણ રહી શકે છે. જેને ધ્યાનમાં લઈને મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને મુંબઈ બ્રેબોર્ન સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર વાહનો માટે ખાસ સૂચનાવલી જાહેર કરવામાં આવી છે.

