ભારતનો સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સમાં પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો હતો
સાત્વિક-ચિરાગ
ચીનના શેન્ઝેન શહેરમાં ચાલી રહેલી ચાઇના માસ્ટર્સ સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલનો દિવસ ભારત માટે મિક્સ રહ્યો હતો. ભારતનો સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સમાં પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો હતો. ગયા અઠવાડિયે હૉન્ગકૉન્ગ ઓપનમાં રનર-અપ રહેનાર લક્ષ્ય સેન ગઈ કાલે ફ્રેન્ચ પ્લેયર ટોમા જુનિયર પોપોવ સામે સીધા સેટમાં ૧૧-૨૧, ૧૦-૨૧થી હારી ગયો હતો. જોકે મેન્સ ડબલ્સમાં ભારતની ટૉપની જોડી સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. હૉન્ગકૉન્ગ ઓપનમાં રનર-અપ રહેનાર સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડીએ મલેશિયન જોડી સામે ૨૪-૨૨, ૨૧-૧૩થી શાનદાર વિજય મેળવ્યો હતો.

