બૅન્ગલોરમાં હવે ૧.૨ કરોડ નોંધાયેલાં વાહનો છે જેમાં ૮૩.૮ લાખ ટૂ-વ્હીલર અને ૨૪ લાખ કારનો સમાવેશ છે.
વાહનોનાં રજિસ્ટ્રેશનથી રાજ્યની મહેસૂલી આવકમાં વધારો થયો છે.
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) દરોમાં થયેલા ઘટાડા અને દશેરા તથા દિવાળીના તહેવારોમાં ધૂમ ખરીદીના પગલે આ વર્ષે ઑક્ટોબરમાં બૅન્ગલોરમાં દરરોજ સરેરાશ ૨૭૭૪ નવાં વાહનો રસ્તા પર આવ્યાં હતાં. બૅન્ગલોર પરિવહન વિભાગના ડેટા દર્શાવે છે કે કુલ વાહન-રજિસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં ૫૬,૮૩૧ થયું હતું એ વધીને ઑક્ટોબરમાં ૮૬,૦૧૪ થયું હતું. ટ્રાફિકની સમસ્યાથી ઘેરાયેલા આ શહેરમાં દરરોજ ૧૯૦૦ ટૂ-વ્હીલર અને ૫૧૪ કાર રસ્તા પર ઉમેરાયાં હતાં. સપ્ટેમ્બરમાં સરેરાશ દૈનિક રજિસ્ટ્રેશન ૧૮૯૪ વાહનોનું હતું જે ઑક્ટોબરમાં વધીને ૨૭૭૪ થયું હતું. બૅન્ગલોરમાં હવે ૧.૨ કરોડ નોંધાયેલાં વાહનો છે જેમાં ૮૩.૮ લાખ ટૂ-વ્હીલર અને ૨૪ લાખ કારનો સમાવેશ છે.
સરકારની આવકમાં વધારો
વાહનોનાં રજિસ્ટ્રેશનથી રાજ્યની મહેસૂલી આવકમાં વધારો થયો છે. પરિવહન વિભાગે ૨૦૨૪ના ઑક્ટોબરમાં ૧૧૫૭ કરોડ રૂપિયાની આવક મેળવી હતી જે આ વર્ષના ઑક્ટોબરમાં ૨૩૦ કરોડના વધારા સાથે વધીને ૧૩૮૭ કરોડ રૂપિયા થઈ છે.


