પાંચ લોકો ઘાયલ થયા હતા
લદ્દાખમાં અનેક વાહનો બરફમાં દટાયાં
લદ્દાખ સેક્ટરમાં ઝોજિલા પાસના ઝીરો પૉઇન્ટ વિસ્તારમાં ગઈ કાલે હિમપ્રપાત થયો હતો, જેને કારણે અનેક વાહનો બરફ નીચે ફસાઈ ગયાં હતાં. આ અકસ્માતમાં એક પૅસેન્જર વાહન બરફમાં ફસાઈ જતાં ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ભારે બરફનો ઢગલો પૅસેન્જર વાહન પર પડ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ઘાયલોને બચાવવા અને કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની તબીબી સુવિધાઓમાં ખસેડવામાં આવ્યા છે. મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાં બચાવ-કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ બચાવકાર્યમાં મદદ કરી રહ્યું છે.’
