Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશની હૉસ્ટેલમાં સાડાતેર વર્ષની વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપ્યો

મધ્ય પ્રદેશની હૉસ્ટેલમાં સાડાતેર વર્ષની વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપ્યો

Published : 01 February, 2026 09:59 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની એ જ ગામના એક સગીર છોકરા સાથે સંબંધમાં હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના એક ગામના કન્યા છાત્રાલયમાં આઠમા ધોરણમાં ભણતી સાડાતેર વર્ષની એક વિદ્યાર્થિનીએ બાળકીને જન્મ આપ્યો છે. વિદ્યાર્થિનીને બાલાઘાટ જિલ્લા હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં માતા અને નવજાત શિશુ બન્નેની તબિયત સારી છે. આ ઘટના પ્રકાશમાં આવતાં જ હૉસ્ટેલ મૅનેજમેન્ટની બેદરકારી છતી થઈ હતી. બેદરકારી બદલ હૉસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.  

તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થિની વારંવાર ઘરે જતી હતી અને તેના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવતું નહોતું. વિદ્યાર્થિની ઘણી વાર બીમાર રહેતી હતી, જેને કારણે તેને મોટા ભાગનો સમય ઘરે જ રહેવાની ફરજ પડતી હતી. તે ૧૩ માર્ચે તેના ઘરે ગઈ હતી અને જુલાઈમાં પાછી આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની એ જ ગામના એક સગીર છોકરા સાથે સંબંધમાં હતી. આ છોકરાને પોલીસે અટકમાં લીધો છે અને તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.   


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 09:59 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK