સામાન્ય રીતે જેન ઝી હંમેશાં પાર્ટી-મોડમાં અને ચિલ કરવાના મૂડમાં હોય છે, પરંતુ હવે કેટલાક જેન ઝી યુવાનો ઍડ્મિન નાઇટ્સ સાથે ગાળે છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે જેન ઝી હંમેશાં પાર્ટી-મોડમાં અને ચિલ કરવાના મૂડમાં હોય છે, પરંતુ હવે કેટલાક જેન ઝી યુવાનો ઍડ્મિન નાઇટ્સ સાથે ગાળે છે. આ નાઇટમાં કોઈ જ મોજમસ્તી નથી થતી. આ નાઇટ હોય છે તેમના જીવનનાં ઍડ્મિનિસ્ટ્રેટિવ કામો પતાવવાની. મતલબ કે રોજબરોજનાં બિલ ભરવાનાં, ટૅક્સ ફાઇલ કરવાનો, બિનજરૂરી સબસ્ક્રિપ્શન મૅનેજ કરવાનું, પોતાના ખર્ચનો હિસાબ કરવાનો જેવાં કામો બધા સાથે મળીને કરે છે. પોતપોતાના જીવનને સેટ કરવા માટે જરૂરી ઍડ્મિનિસ્ટ્રેટિવ કામો કરવા માટે પણ જેન ઝી સાથે બેસવાનું પસંદ કરે છે.
સાઇકોલૉજિસ્ટ્સનું કહેવું છે કે જે લોકો પોતાનાં આવાં કામો માટે સાથે બેસવાનું પસંદ કરે છે તેઓ અકાઉન્ટેબિલિટી પાર્ટનર કહેવાય છે. આ લોકો એકમેકને સેટ કરવામાં અને જરૂરી કામો પૂરાં કરીને જીવનમાં સ્થિરતા લાવવા માટે મથે છે. આવા દોસ્તો લાંબા ગાળાના હોય છે, ટેમ્પરરી નાઇટઆઉટ માટેના નહીં.


