હવે ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પણ કાશીમાં ભક્તોનો માનવમહેરામણ ઊમટશે
કાશી વિશ્વનાથ
શ્રી કાશી વિશ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઑફિસર વિશ્વ ભૂષણ મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે રિનોવેશન પછી મહિનાના હાઇએસ્ટ યાત્રાળુઓ ૧૧ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરીના મહિનામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સમયગાળામાં ૧.૪૦ કરોડ લોકોએ કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં હતાં. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે એટલે ઘણા લોકો સંગમસ્નાન કરતાં પહેલાં કે પછી વારાણસી પણ જાય છે એને લીધે ત્યાં પણ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. હવે ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર પણ કાશીમાં ભક્તોનો માનવમહેરામણ ઊમટશે.
૨.૦૪ કરોડ લોકોએ કર્યું માઘ પૂર્ણિમાનું સંગમસ્નાન કુલ ૪૮.૨૯ કરોડ લોકો મારી ચૂક્યા છે ડૂબકી
ADVERTISEMENT
ગઈ કાલે મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન કરવા માનવમહેરામણ ઊમટ્યો હતો. એક મહિલાએ પોતાના લાલાને પણ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવડાવી હતી.

