Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૭ કરોડ આપો નહીંતર અરવિંદ કેજરીવાલ અને તેમની દીકરીને અમે મારી નાખીશું

૭ કરોડ આપો નહીંતર અરવિંદ કેજરીવાલ અને તેમની દીકરીને અમે મારી નાખીશું

Published : 13 November, 2026 03:21 PM | Modified : 13 November, 2026 04:45 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નામે આવી ધમકી મળી હોવાની ફરિયાદ નોંધાવી દિલ્હીના AAPના વિધાનસભ્યે.

અરવિંદ કેજરીવાલને ધમકી

અરવિંદ કેજરીવાલને ધમકી


આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય જરનૈલ સિંહે ગઈ કાલે દાવો કર્યો હતો કે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય હોવાનો દાવો કરનારી એક વ્યક્તિએ મને ફોન કરીને AAPના નૅશનલ કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તથા તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, આ ધમકી આપનાર વ્યક્તિએ ૭ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી છે.

દિલ્હીના તિલક નગર મતવિસ્તારના વિધાનસભ્યે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને ધમકી આપનારા માણસ તરફથી ધમકીભર્યા ફોન-કૉલ અને વૉટ્સએપ મેસેજ મળ્યા હતા. જરનૈલ સિંહે ૬ નવેમ્બરે મોહાલીના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP)નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય તરીકે આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 04:45 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK