Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છ વર્ષ પછી લિપુલેખ પાસ પરથી ભારત-ચીન વચ્ચે ટ્રેડ શરૂ થશે

છ વર્ષ પછી લિપુલેખ પાસ પરથી ભારત-ચીન વચ્ચે ટ્રેડ શરૂ થશે

Published : 21 March, 2026 09:41 AM | IST | Pithoragarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં ગલવાન ઘાટીના સંઘર્ષ પછી આ ઘાટી બંધ કરી દેવામાં આવી હતી : જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ટ્રેડ માટે આ માર્ગ ખૂલશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલા લિપુલેખ પાસના માધ્યમથી ભારત અને ચીન વચ્ચે બૉર્ડર પર ટ્રેડ ફરી શરૂ થવા જઈ રહ્યો છે. લગભગ ૬ વર્ષના બ્રેક પછી આ પાસ બે દેશો વચ્ચેના ટ્રેડ માટે ખોલવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ આશિષ ભટગાઈએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના નિર્દેશો પછી આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલય તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યા પછી આ પ્રક્રિયા આગળ વધી છે.’

૧૭,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલો લિપુલેખ પાસ ભારતને તિબેટથી જોડે છે. આ રસ્તો સદીઓથી વેપાર અને યાત્રા માટે વપરાતો હતો. બ્રિટિશકાળમાં પણ લિપુલેખ પાસ વેપાર અને તીર્થયાત્રાનું મુખ્ય કેન્દ્ર હતું. સ્વતંત્રતા પછી કેટલાંય વર્ષો સુધી બંધ રહેલો આ માર્ગ ટ્રેડ માટે ૧૯૯૨માં ખૂલ્યો હતો. જોકે ૨૦૧૯માં કોવિડ અને ગલવાન ઘાટીના સંઘર્ષ પછી આ પાસ બંધ કરી દેવામાં આવ્યો હતો.



વેપાર માટે ચોક્કસ નિયમ અનુસાર પરિમટ આપવામાં આવશે. એ માટે વેપારીઓએ પહેલેથી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે આ માર્ગ ખુલ્લો રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 09:41 AM IST | Pithoragarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK