આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને અમેરિકાની આર્મી વૉર કૉલેજ ખાતે ઇન્ટરનૅશનલ હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા
આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી
ભારતીય સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પેન્સિલ્વેનિયામાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી વૉર કૉલેજના ઇન્ટરનૅશનલ હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. US આર્મી વૉર કૉલેજના પ્રતિષ્ઠિત ફેલો જનરલ દ્વિવેદી જનરલ વી. કે. સિંહ અને જનરલ બિક્રમ સિંહ પછી ઇન્ટરનૅશનલ હૉલ ઑફ ફેમમાં નિયુક્ત થનારા ભારતીય સશસ્ત્ર દળના ત્રીજા વડા છે.
