સ્પેસમાં જતાં પહેલાં શુભાંશુ શુક્લાએ પત્ની કામના માટે લખી ઇમોશનલ પોસ્ટ
શુભાંશુ શુક્લાએ તેમની પત્ની
ઍક્સિઓમ-4 મિશન પ્રક્ષેપણ પહેલાં અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ તેમની પત્ની કામના માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેમણે એક ફોટોગ્રાફ પણ શૅર કર્યો હતો જેમાં તેઓ બન્ને કાચની દીવાલની વિરુદ્ધ બાજુએથી ગુડબાય કહેતાં દેખાય છે. આ દંપતીને છ વર્ષનો પુત્ર છે.
ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં શુભાંશુએ લખ્યું હતું : ‘૨૫ જૂનની વહેલી સવારે અમે પૃથ્વી પરથી અંતરિક્ષમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ ત્યારે હું આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિનો તેમના સમર્થન માટે અને ભારતમાં મારા દેશના લોકોનો તેમના આશીર્વાદ અને પ્રેમ માટે આભાર માનું છું.’
ADVERTISEMENT
આ પોસ્ટમાં શુભાંશુએ તેમની પત્નીનો ખાસ આભાર માનતાં લખ્યું હતું કે ‘કામનાનો ખાસ આભાર, કારણ કે તું અદ્ભુત પાર્ટનર છે. તારા વિના આ કંઈ શક્ય નહોતું, પણ વધુ મહત્ત્વનું એ છે કે આમાંથી કંઈ મહત્ત્વનું ન હોત.’
ઍરફોર્સ ગ્રુપ-કૅપ્ટન શુભાંશુ શુક્લા લખનઉની પ્રાઇમરી સ્કૂલમાં તેની પત્ની કામનાને મળ્યા હતા. કામનાએ કહ્યું હતું કે ‘અમે ત્રીજા ધોરણથી સાથે ભણ્યાં છીએ. અમે શ્રેષ્ઠ મિત્રો છીએ. હું તેને શુભાંશુ તરીકે નહીં પણ ગુંજન તરીકે ઓળખતી હતી. તે અમારા ક્લાસમાં શરમાળ હતો, પણ હવે ઘણા લોકોને પ્રેરણા આપી રહ્યો છે.’
નમસ્કાર, મેરે પ્યારે દેશવાસીઓં... વૉટ અ રાઇડ... ૪૧ સાલ બાદ હમ વાપસ અંતરિક્ષ મેં પહોંચ ગએ હૈં... ઔર કમાલ કી રાઇડ થી...
ગઈ કાલે ૧૨.૦૧ વાગ્યે રવાના થયા, આજે ૨૮ કલાકે સાડાચારની આસપાસ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચશે : મમ્મી-પપ્પાએ લખનઉમાં સજળ નેત્રે દીકરાની આ ઐતિહાસિક ક્ષણ નિહાળી

