બદરીનાથથી તેઓ ઋષિગંગા નદીના કિનારે ધ્યાન અને વિશેષ સાધના કરશે.
દેવભૂમિ ઉત્તરાખંડમાં ગુપ્ત સાધના માટે બદરીનાથ પહોંચેલા ધીરેન્દ્ર શાસ્ત્રી.
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી એક મહિના સુધી અજ્ઞાતવાસ અને એકાંતવાસમાં રહેશે. દેવભૂમિ ઉત્તરાખંડના બદરીનાથ ધામનાં દર્શન કર્યા પછી તેઓ ગુપ્ત સાધના કરવા જતા રહેશે. સાધના દરમ્યાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા, દિવ્ય દરબાર અને મોબાઇલથી અંતર જાળવશે. આ સાધના માટે ગઈ કાલે ધીરેન્દ્ર શાસ્ત્રી હેલિકૉપ્ટરથી બદરીનાથ ધામ પહોંચ્યા હતા. તેમના આગમનના સમાચાર મળતાં જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઊમટી હતી. જોકે હવે બદરીનાથથી તેઓ ઋષિગંગા નદીના કિનારે ધ્યાન અને વિશેષ સાધના કરશે.
