Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Bengaluru Student Suicide Case: સ્કૂલમાં એવું શું થયું કે ૮માની સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી

Bengaluru Student Suicide Case: સ્કૂલમાં એવું શું થયું કે ૮માની સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી

Published : 10 July, 2026 01:09 PM | Modified : 10 July, 2026 01:18 PM | IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bengaluru Student Suicide Case: બેંગલુરુના અનેકલ વિસ્તારમાં 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. પરિવારનો આરોપ છે કે શાળામાં મળતી સજા અને કથિત હેરાનગતિના કારણે તે માનસિક રીતે પરેશાન હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Bengaluru Student Suicide: બેંગલુરુના અનેકલ વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 8મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ કથિત રીતે શિક્ષકના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો. વિદ્યાર્થીનીનાં માતા-પિતાએ શાળાના શિક્ષકો અને સ્ટાફ પર તેને પરેશાન કરવાનો આક્ષેપ લગાવ્યો છે. હાલ પોલીસે ‘Bengaluru Student Suicide’સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મારસુરુ સરકારી હાઈસ્કૂલમાં ભણતી આ વિદ્યાર્થીનીએ બુધવારે રાત્રે આ પગલું ભર્યું હતું. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં વિદ્યાર્થીનીએ શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા કથિત ખરાબ વર્તન અને પનિશમેન્ટ મળ્યાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ હવે આ સુસાઇડ નોટ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

વિદ્યાર્થીનીની સુસાઇડ નોટમાં શિક્ષક સામે ગંભીર આક્ષેપ, પોલીસ તપાસ શરૂ



વિદ્યાર્થીનીએ લખેલ સુસાઇડ નોટમાં લગાવ્યો છે કે હોમવર્ક પૂરું ન કરવા બદલ એક શિક્ષકે તેને સજા કરી હતી. આ સાથે તેના પર 20 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેને શાળામાંથી TC આપવાની ધમકી આપવામાં આવી હતી. આ કારણે તે માનસિક રીતે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને અંતે તેણે આ દુઃખદ પગલું ભર્યું. વિદ્યાર્થીનીની માતા ગિરિજાએ પણ શાળાના શિક્ષકો અને સ્ટાફ પર પોતાની દીકરીને હેરાન કરવાનો આક્ષેપ લગાવ્યો છે. હાલ પોલીસે આ ‘Bengaluru Student Suicide’ઘટનાની તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થીનીના મૃત્યુ પાછળના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


દીકરીને શાળામાં શું થયું તેની જાણ નહોતી: માતાએ વ્યક્ત કરી ચિંતા

વિદ્યાર્થીનીની માતાએ કહ્યું કે, મને લાગે છે કે શાળાના શિક્ષકોએ મારી દીકરીને ખૂબ હેરાન કરી હશે. જોકે, મને કોઈ શિક્ષકનું નામ ખબર નથી. તેમણે જણાવ્યું કે એક દિવસ દીકરી શાળાએ ગઈ નહોતી. આ સમગ્ર ‘Bengaluru Student Suicide’ઘટનાની જાણ મને રાત્રે લગભગ 12:30 વાગ્યે થઈ હતી, કારણ કે તે સમયે મારી તબિયત ખરાબ હોવાથી હું હોસ્પિટલમાં દાખલ હતી. માતાએ કહ્યું કે દીકરીએ શાળામાં તેની સાથે શું થયું તે કોઈને જણાવ્યું નહોતું. તે પોતાની બહેનને આ વાત કહી શકતી હતી, પરંતુ મને આ બાબતની કોઈ માહિતી નહોતી.


વિદ્યાર્થીનીના મૃત્યુ કેસમાં પોલીસ તપાસ ચાલુ, પરિવારને ન્યાયની આશા

બેંગલુરુના અનેકલ વિસ્તારમાં 8મા ધોરણની વિદ્યાર્થીનીના આત્મહત્યા ‘Bengaluru Student Suicide’કેસમાં પોલીસ હવે તમામ પાસાઓની તપાસ કરી રહી છે. વિદ્યાર્થીનીએ લખેલા સુસાઇડ નોટમાં શાળામાં મળતી સજા અને કથિત હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હોવાના કારણે શાળાના શિક્ષકો અને સ્ટાફની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીના માતા-પિતાએ પોતાની દીકરીને શાળામાં કોઈ પ્રકારનો માનસિક તણાવ હતો કે નહીં અને તેની પાછળના કારણો શું હતા તેની સંપૂર્ણ તપાસ કરવાની માગ કરી છે. પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટમાં, શાળાની માહિતી અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર બાળકો પર ભણતર અને શાળાના વાતાવરણની અસર અંગે સવાલો ઉભા કર્યા છે. હાલ પરિવાર દીકરી માટે ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 01:18 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK