Bihar Boat Accident: આ હાદસામાં હાલ સુધી ત્રણ લોકોના મોત થયા હતા. તે ઉપરાંત સાત લોકો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોટમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા
પ્રતીકાત્મક તસવીર
બિહારમાંથી આજે સવારે એક દર્દનાક સમાચાર (Bihar Boat Accident) સામે આવ્યા છે. આજે સવારે લગભગ પાંચ વાગ્યે ગંગા નદીમાં બોટ પલટી ગઈ હતી. બોટમાં કુલ ૧૫-૧૬ લોકો સવાર હતા. આ હાદસામાં હાલ સુધી ત્રણ લોકોના મોત થયા હતા. તે ઉપરાંત સાત લોકો લાપતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોટમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. મૃતકોની ઓળખ લીલા દેવી (40), નીલમ કુમારી (30) અને કાશી કુમાર (15) તરીકે થઈ છે. બોટમાં જે લોકો હતા તે તમામ માસૂમગંજ બિંદ ટોલીમાં રહેતા હતા. રિપોર્ટ્સ અનુસાર આ લોકો ગંગા પાર દિયારાથી એક નાની બોટમાં બેસીને ઉમાનાથ મંદિર ઘાટ પર પરત ફરી રહ્યા હતા. બોટમાં શાકભાજી ભરવામાં આવી હતી. કહે છે કે આ લોકો દરરોજ સવારે આ રીતે જ બોટમાં શાકભાજી લાદીને ઉમાનાથ મંદિર પરિસરમાં લઈ જતાં હતા અને ત્યાં જઈને વેચતા હતા. આજે એ જ ક્રમમાં જાણે ખોરવાઇ ગયો હતો અને બોટ એકાએક પલટી ખાઈ ગઈ હતી.
શાકભાજી લઈને પાછા ફરી રહ્યા હતા લોકો
ADVERTISEMENT
આજે સવારે આશરે 5:45 વાગ્યે બિંદ ટોલીના કેટલાક લોકો બોટ (Bihar Boat Accident)માં બેસીને સમસ્તિપુર જિલ્લાના દિયારામાં ગયા હતા. ત્યાં આ લોકો રોજ શાકભાજી વીણવા અને ખેતીકામ કરવા માટે જતાં હતા. પણ આજે જ્યારે એ લોકો શાક લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે પવન અને વધુ પડતા વજનને કારણે હોડી પલટી ગઈ હતી. બોટમાં કોઈ બચાવ સાધન ન હોવાને કારણે લોકોને ડૂબતાં બચાવી ન શકાયા.
ડેડબોડીઝએ નદીમાંથી બહાર કાઢવામાં આવતા હતા ત્યારે પીડિતોના પરિવારો (Bihar Boat Accident) ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. બોટ પલટી જવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. ભારે પવનને કારણે હોડી પલટી ખાઈ ગઈ હતી. અત્યારે SDRFની ટીમોને સ્થળ પર મોકલવામાં આવી છે તેમ જ લાપતા લોકોને શોધવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. અન્ય લોકોને બીજી બોટની મદદથી રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કુલ કેટલા લોકો નદીમાં ડૂબી ગયા છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાદસામાં મૃત્યુઆંક વધી પણ શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો દ્વારા પૂરગતિએ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
એસડીપીઓ રામકૃષ્ણએ આ દુર્ઘટના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે અમને માહિતી (Bihar Boat Accident) મળી હતી કે ભારે પવનને કારણે એક નાની બોટ પલટી ખાઈ ગઈ છે. આ બોટમાં લગભગ ૧૫-૧૬ લોકો સવાર હતા. એસડીઆરએફની ટીમો કામ કરી રહી છે ને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
