BJPનાં નેતા ચારુ પ્રજ્ઞાએ માગણી કરી હતી કે તેમને સંસદમાંથી બરતરફ કરવા જોઈએ
પપ્પુ યાદવ
બિહારના અપક્ષ સંસદસભ્ય પપ્પુ યાદવે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ૯૦ ટકા મહિલા નેતાઓની કારકિર્દી પુરુષોના બેડરૂમમાં શરૂ થાય છે, રાજકારણીની રૂમ વિના ૯૦ ટકા મહિલાઓ રાજકારણમાં પ્રવેશી શકતી નથી. જોકે તેમના આ નિવેદન પર ભારે વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ તેમની કમેન્ટ્સને આઘાતજનક ગણાવી હતી, જ્યારે BJPનાં નેતા ચારુ પ્રજ્ઞાએ માગણી કરી હતી કે તેમને સંસદમાંથી બરતરફ કરવા જોઈએ.
પત્રકારો સાથે વાત કરતાં પૂર્ણિયાના સંસદસભ્ય પપ્પુ યાદવે કહ્યું હતું કે ‘ઘરેલુ હિંસા કોણ કરી રહ્યું છે? મહિલાઓ પર કોની નજર છે? અમેરિકાથી ભારત સુધી રાજકારણીઓની મહિલાઓ
પર નજર છે. રાજકારણીની રૂમ વિના ૯૦ ટકા મહિલાઓ રાજકારણમાં પ્રવેશી શકતી નથી. દરરોજ એક નેતાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દેખાય છે. ભારતમાં મહિલાઓનું શોષણ કરવાની નીતિ બની ગઈ છે.’
