પહેલી વાર પોતાના દમ પર BJPએ પૂર્ણ બહુમતની સરકાર બનાવી શકે એટલી બેઠકો મેળવી: ૧૦ વર્ષમાં હિમંતા બિસ્વા સર્માની બહુ મોટી ભૂમિકા
આસામમાં હૅટ-ટ્રિક જીતની ખુશી વિક્ટરી સાઇન દેખાડીને વ્યક્ત કરતા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા અને રાજ્યના BJPના પ્રેસિડન્ટ દિલીપ સૈકિયા.
આસામ વિધાનસભાની ચૂંટણીમાં BJP ત્રીજી વાર સરકાર બનાવશે. રાજ્યમાં BJP સાથે સહયોગી પાર્ટીઓ આસોમ ગણ પરિષદ (AGP), બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL)એ સાથે મળીને ચૂંટણી લડી હતી. એમાંથી BJPના ગઠબંધનને ૧૦૨ બેઠકો પર જીત મળી છે. એમાં BJPને ૮૨ તથા AGP અને BPFને ૧૦-૧૦ બેઠકો મળી છે. સરકાર બનાવવા માટે ૬૩ બેઠકોની જરૂર છે જે BJPએ એકલપંડે પણ મેળવી લીધી છે.
કહેવાય છે કે આ જીત પાછળ મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની મોટી ભૂમિકા છે. તેઓ ૨૦૧૫માં કૉન્ગ્રેસ છોડીને BJPમાં સામેલ થયા હતા. ૧૦ વર્ષમાં તેઓ રાજ્યમાં BJPના સૌથી મોટા ચહેરા તરીકે ઊભરીને આવ્યા છે એટલું જ નહીં, તેમણે અન્ય રાજકીય ખેલાડીઓને પણ પાછળ પાડી દીધા છે.
ADVERTISEMENT
આસામ
પાર્ટીનું નામ મળેલી બેઠકો
BJP+ ૧૦૨
કૉન્ગ્રેસ+ ૨૧
આ રહ્યાં જીતનાં કારણો:
કૉન્ગ્રેસ અને AIUDFએ આ વખતે અલગ-અલગ ચૂંટણી લડી હતી એટલે તેમના વોટ વહેંચાઈ ગયા હતા અને એનો ફાયદો BJPને મળ્યો હતો. અહીં BJP અને હિમંતા બિસ્વા સર્માની સ્ટ્રૅટેજી સાફ હતી કે મુસ્લિમ વોટને વહેંચી નાખીને વિપક્ષને થનારો ફાયદો ઘટાડવો. વિશ્લેષકોનું માનવું છે કે મુસ્લિમોની અંદર બે જૂથ પાડીને હિમંતા સર્મા મૂળ આસામના મુસલમાનોને પોતાની તરફ કરવાની કોશિશમાં કામિયાબ રહ્યા છે.
અરુણોદય યોજના હેઠળ મહિલાઓને ૬૦ લાખ રૂપિયા કૅશ અને ચાના બગીચાઓ માટે ૫૦૦૦ રૂપિયાની સીધી મદદ જેવી યોજનાઓથી BJPને ફાયદો થયો. ૧૫ લાખ ઘર અને બે લાખ નોકરીઓના વચને પણ જનતાનું મન બદલ્યું હતું.
ચૂંટણીના જસ્ટ પહેલાં કૉન્ગ્રેસના બે સિનિયર નેતાઓને પણ BJPમાં સામેલ કરી દેવામાં આવ્યા. એને કારણે કૉન્ગ્રેસ વધુ નબળી પડી.
