૨૦૨૬ની ૬ ઑક્ટોબરે બનેલા ઇન્ડિયન અલાયન્સ પૅરિસે રાહુલ ગાંધીની અટકાયત વખતે તેમના સમર્થનમાં વિડિયો શૅર કરીને ભારતની લોકશાહીની ટીકા કરી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા પ્રદીપ ભંડારી અને ગૌરવ ભાટિયાએ એક મીડિયા-રિપોર્ટ ટાંકીને કૉન્ગ્રેસ પર અત્યંત ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. ગૌરવ ભાટિયાએ દાવો કર્યો કે ભારતમાં થતાં પ્રદર્શનો અને ફ્રાન્સમાં થયેલાં હિંસક તોફાનોમાં વિદેશી સંગઠનો સાથે કૉન્ગ્રેસની સીધી સાઠગાંઠ છે. ગૌરવ ભાટિયાએ પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી એક દેશદ્રોહી તરીકે દેશમાં અરાજકતા ફેલાવવા અને સત્તાપરિવર્તન કરાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.
BJP દ્વારા ફોક્સ ન્યુઝ ડિજિટલના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો હતો જેમાં દાવો કરાયો છે કે પ્રોગ્રેસિવ ઇન્ટરનૅશનલ (PI) નામની સંસ્થા ૯ દેશોનાં ૧૦૧ સંગઠનોની એક ઇકોસિસ્ટમ ચલાવી રહી છે જેનો મુખ્ય હેતુ ચૂંટાયેલી સરકારોને ઊથલાવી પાડવાનો છે. ૨૦૨૬ની ૬ ઑક્ટોબરે બનેલા ઇન્ડિયન અલાયન્સ પૅરિસે રાહુલ ગાંધીની અટકાયત વખતે તેમના સમર્થનમાં વિડિયો શૅર કરીને ભારતની લોકશાહીની ટીકા કરી હતી.
ADVERTISEMENT
બીજી તરફ BJPએ સવાલ ઉઠાવ્યો હતો કે ૨૦૨૫ની ૧૦ એપ્રિલે ૧૦ જનપથ ખાતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પ્રોગ્રેસિવ ઇન્ટરનૅશનલના પ્રતિનિધિઓ સાથે શું મીટિંગ કરી હતી? આગામી ૧ નવેમ્બરે પ્રસ્તાવિત પ્રદર્શનો માટે રાહુલ ગાંધીની વિયેટનામની મુલાકાત પણ શંકાના ઘેરામાં છે. BJPએ કૉન્ગ્રેસ પાસે આ વિદેશી સંગઠનો સાથેની મિલીભગત વિશે ખુલાસો માગ્યો હતો.
Share
Share
23 October, 2026 10:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK