Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કુવૈતથી સ્પેશ્યલ વિમાનમાં કેરલમ લાવવામાં આવ્યા ૨૦ ભારતીયોના પાર્થિવ દેહ, પ્લેનમાં નહોતો એક પણ પ્રવાસી

કુવૈતથી સ્પેશ્યલ વિમાનમાં કેરલમ લાવવામાં આવ્યા ૨૦ ભારતીયોના પાર્થિવ દેહ, પ્લેનમાં નહોતો એક પણ પ્રવાસી

Published : 02 April, 2026 02:10 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૃત્યુ પામેલા લોકોમાં તામિલનાડુના રામનાથપુરમના ૩૭ વર્ષના સંથાનસેલ્વમ કૃષ્ણનનો સમાવેશ થાય છે.

મૃતદેહોને મંગળવારે મોડી રાત્રે એક ખાસ ફ્લાઇટમાં કોચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા

મૃતદેહોને મંગળવારે મોડી રાત્રે એક ખાસ ફ્લાઇટમાં કોચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા


કુવૈતમાં અલગ-અલગ ઘટનાઓમાં જીવ ગુમાવનારા ૨૦ લોકોના મૃતદેહોને મંગળવારે મોડી રાત્રે એક ખાસ ફ્લાઇટમાં કોચી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. કુવૈત ઍરવેઝની ખાસ ફ્લાઇટમાં મૃતદેહો કોલંબો થઈને કોચી લાવવામાં આવ્યા હતા. ફ્લાઇટમાં કોઈ મુસાફરો નહોતા. મૃત્યુ પામેલા લોકોમાં તામિલનાડુના રામનાથપુરમના ૩૭ વર્ષના સંથાનસેલ્વમ કૃષ્ણનનો સમાવેશ થાય છે, જેમણે કુવૈતમાં પાણીના પ્લાન્ટ પર ડ્રોન હુમલામાં જીવ ગુમાવ્યો હતો.

આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમન પછી તરત જ મૃતદેહોને તેમના સંબંધિત વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકો કોઝીકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ સહિત કેરલમના વિવિધ ભાગોના છે, જ્યારે કેટલાક મૃતદેહોને તામિલનાડુનાં વિવિધ સ્થળોએ લઈ જવામાં આવશે.



અલગ-અલગ ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહોને સ્વદેશ મોકલવામાં વિલંબ વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 02:10 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK