Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જુલાઈમાં ઇંગ્લૅન્ડથી સીધી ઝિમ્બાબ્વે જશે ટીમ ઇન્ડિયા

જુલાઈમાં ઇંગ્લૅન્ડથી સીધી ઝિમ્બાબ્વે જશે ટીમ ઇન્ડિયા

Published : 02 April, 2026 03:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝિમ્બાબ્વેની ટીમ પણ આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે. આ દરમ્યાન એ ૩ વન-ડે રમશે. એની પહેલી વન-ડે કલકત્તામાં, બીજી હૈદરાબાદમાં અને ત્રીજી મુંબઈમાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ તસવીર)

ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ તસવીર)


ટીમ ઇન્ડિયા જુલાઈમાં વન-ડે અને T20 સિરીઝ બાદ સીધી ઝિમ્બાબ્વેમાં ૩ T20 મૅચની સિરીઝ રમવા જશે એવી જાહેરાત ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ એકથી ૧૯ જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડમાં પાંચ T20 અને ૩ વન-ડે રમશે. ત્યાંથી એ ઝિમ્બાબ્વે રવાના થશે અને ત્યાં ૨૩, ૨૫ અને ૨૬ જુલાઈ એમ ૩ T20 મૅચ રમશે. આ ત્રણેય મૅચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાશે. ભારતીય ટીમ અગાઉ ૨૦૨૪માં ઝિમ્બાબ્વેની ટૂર પર ગઈ હતી અને પાંચ T20 મૅચની સિરીઝ ૪-૧થી જીતી હતી. ઝિમ્બાબ્વેની ટીમ પણ આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે. આ દરમ્યાન એ ૩ વન-ડે રમશે. એની પહેલી વન-ડે કલકત્તામાં, બીજી હૈદરાબાદમાં અને ત્રીજી મુંબઈમાં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK